બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખિસ્સું કેમ શર્ટની ડાબી સાઇડ જ હોય છે? કારણ ખરેખર જાણશો તો વિચારતા રહી જશો!
Last Updated: 09:29 PM, 20 January 2025
માર્કેટમાં અલગ અલગ સ્ટાઈલના અને કલરના શર્ટ મળી રહે છે. પણ આ શર્ટમાં એક કોમન વસ્તુ હોય છે. અને તે છે ખિસ્સું. શર્ટના ખિસ્સા ફેશન માટે નહીં, પણ સુવિધા માટે બનાવવામાં આવ્યા હતા. હાથમાં પેન કે નાની ડાયરી જેવી નાની વસ્તુઓ હંમેશા રાખવી ખૂબ જ મુશ્કેલીભર્યું હતું. સમય જતાં ધીમે ધીમે શર્ટમાં ખિસ્સા મૂકવાનો ટ્રેન્ડ શરૂ થયો.
ADVERTISEMENT
ADVERTISEMENT
આપણે જોઈએ છીએ કે, મોટાભાગના શર્ટના ખિસ્સા ડાબી બાજુ હોય છે. તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ખિસ્સાને ડાબી સાઈડ રાખવામાં આવે છે. મોટાભાગના લોકોને ડાબા ખિસ્સામાંથી વસ્તુઓ કાઢવાનું અથવા મૂકવાનું સરળ લાગે છે. આનું કારણ એ છે કે દુનિયાભરમાં મોટાભાગના લોકો જમણા હાથે કામ કરે છે.
જે લોકો જમણા હાથનો વધુ ઉપયોગ કરે છે, તેમના માટે ખિસ્સા ડાબી બાજુ રાખવાનું વધુ અનુકૂળ હોય છે. જોકે હવે ફેશનમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલાં ફક્ત પુરુષોના શર્ટમાં જ ખિસ્સા હતા અને તે પણ ફક્ત ડાબી બાજુએ. અને સ્ત્રીઓના શર્ટ પર ખિસ્સા નહોતા. સમય બદલાતાં મહિલાઓની સુવિધાને ધ્યાનમાં લેવાનું શરૂ થયું. સ્ત્રીઓના શર્ટમાં પણ ડાબી બાજુ ખિસ્સા લગાવવાનું શરુ થયું.
ધીમે ધીમે આ એક વ્યાપક ટ્રેન્ડ બન્યો અને સમગ્ર વિશ્વમાં શર્ટની ડાબી બાજુ ખિસ્સા બનાવવાનું શરૂ થયું. જેમ જેમ ફેશન બદલાવા લાગી તેમ તેમ કેટલાક શર્ટમાં જમણી બાજુ અથવા તો બંને સાઈડ ખિસ્સા રહેવા લાગ્યા. ફેશનની દ્રષ્ટિએ ડાબી સાઈડ ખિસ્સા રાખવાથી શર્ટ વધુ આકર્ષક લાગતો હોય અને તેથી તે એક ટ્રેન્ડ બની ગયો. આ રીતે શર્ટની ડાબી બાજુ ખિસ્સા મૂકવાની પ્રથા શરૂ થઈ, જે હવે ફેશનનો એક હિસ્સો બની ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.