બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / જોવા જેવું / તમારા કામનું / દર વર્ષે 5 સપ્ટેમ્બરે કેમ ઉજવવામા આવે છે શિક્ષક દિવસ? જાણો ઇતિહાસ અને મહત્વ
Last Updated: 08:00 AM, 5 September 2024
શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની (Teacher's Day) ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની (Dr. Sarvepalli Radhakrishnan) જન્મજયંતિ, સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે.
ADVERTISEMENT
1962 માં જ્યારે તેમણે ભારતના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો તેમની પાસે પહોંચ્યા અને તેમને તેમના જન્મદિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવા વિનંતી કરી. તેણે જવાબ આપ્યો કે મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે જો આ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો તે મારા માટે ગૌરવપૂર્ણ લ્હાવો હશે. ત્યારથી શિક્ષક દિવસ તેમની જન્મજયંતિ એટલે કે 5 સપ્ટેમ્બરે ઉજવવાનું શરૂ થયું.
ADVERTISEMENT
દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ
દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 ના રોજ તામિલનાડુના તિરુમાણી ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી જ પુસ્તકો વાંચવાનો શોખ હતો અને તેઓ સ્વામી વિવેકાનંદથી ખૂબ પ્રભાવિત હતા. રાધાકૃષ્ણનનું 17 એપ્રિલ 1975 ના રોજ ચેન્નઈમાં અવસાન થયું.
રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર
શિક્ષક દિનનો દીવસ ઘણું મહત્વ ધરાવે છે કારણ કે તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમના તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર દર્શાવે છે. સમાજના વિકાસમાં શિક્ષકોના અવિશ્વસનીય યોગદાન માટે આ દીવસે તેમનું સન્માન કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસે શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો માટે નૃત્ય અને ગાયન પ્રદર્શન, કાર્યક્રમો અને નાટકો રજૂ કરે છે. વિદ્યાર્થીઓ તેમના મનપસંદ શિક્ષકને ગુલાબ, હાથથી બનાવેલા કાર્ડ અને ભેટો પણ આપે છે.
અન્ય દેશોમાં ઉજવાય છે શિક્ષક દિન
શિક્ષક દિનની ઉજવણી કરવામાં ચીનથી લઈને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અલ્બેનિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, મલેશિયા, બ્રાઝીલ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જોકે આ દિવસની ઉજવણીની તારીખ દરેક દેશમાં અલગ અલગ છે. ઉદાહરણ તરીકે થાઈલેન્ડમાં 16 જાન્યુઆરી, ઈરાનમાં 2 મે, તુર્કીમાં 24 નવેમ્બર અને મલેશિયામાં 16 મેના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આપણો પાડોશી ચીન 10 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવે છે.
વધુ વાંચો : ગુરુની વાસના ન છૂટી ! NRI મહિલા રેપમાં યોગ ગુરુની 'પૂર્વજન્મ'ની વાત, ભારે ચોંકાવનારું
આપણા શિક્ષક કોણ?
શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને યોગ્ય રીતે માર્ગદર્શન આપે છે. શિક્ષકો આપણને માત્ર પુસ્તકીય જ્ઞાનનો પરિચય આપતા નથી પરંતુ વાસ્તવિક જીવનમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો તેની માહિતી પણ આપે છે. ભારતમાં શિક્ષક દિનની શૈક્ષણિક સંસ્થાઓમાં તહેવારની જેમ ઉજવણી કરવામાં આવે છે. આપણી આસપાસ ઘણા પ્રકારના લોકો હોય છે, જેમની પાસેથી આપણે હંમેશા કંઈક શીખી શકીએ છીએ. ઘરમાં માતા-પિતા, વડીલો, પડોશીઓ, મિત્રો પણ આપણા શ્રેષ્ઠ શિક્ષક છે, કારણ કે આપણે હંમેશા તેમની પાસેથી કંઈક શીખીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.