why is mahashivratri shani pradosh shani sadesati dhaiya shaniwar special to get the blessings
ધર્મ /
સાડાસાતી હોય કે પછી ઢૈયા... મહાશિવરાત્રીના દિવસે કરી લો આ ખાસ ઉપાય, શનિવાર હોવાથી ખાસ યોગ
Team VTV04:56 PM, 06 Feb 23
| Updated: 09:51 AM, 15 Feb 23
આ વખતે એક તરફ જ્યાં મહાશિવરાત્રિએ ભોલે શંકરને પ્રસન્ન કરવામાં આવશે. તો શનિવાર હોવો અને શનિ પ્રદોષ વ્રત હોવાના કારણે શનિદેવને પણ આ દિવસે પ્રસન્ન કરી શકાય છે.
શનિ ઢૈયા અને શનિ સાડાસાતીથી પરેશાન જાતકો કરે આ ઉપાય
શનિ પ્રદોષ વ્રત પર કરો આ ખાસ ઉપાય
શનિદેવને પણ આ દિવસે પ્રસન્ન કરી શકાય છે
18 ફેબ્રુઆરીએ શનિ પ્રદોષ વ્રત
18 ફેબ્રુઆરીએ શનિ પ્રદોષ વ્રત છે. ખરેખર મહાશિવરાત્રિએ ભગવાન શિવની પૂજા અને શનિવારે શનિદેવની પૂજા સિવાય શનિ પ્રદોષ હોવાના કારણે આ દિવસે ભગવાન શિવ અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થશે. જેના માટે શિવજીનો અભિષેક કરવા માટે પાણીમાં તલ મિક્સ કરીને ચઢાવો. આ ઉપરાંત આ દિવસે છાયા દાન પણ તમને લાભ આપશે.
તો આ કારણે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ મનાવાશે
આ વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે 18 ફેબ્રુઆરી 2023એ શનિવાર રાત્રે 8 વાગ્યેને 2 મિનિટથી બીજા દિવસે સાંજે 4 વાગ્યેને 18 મિનિટ સુધી રહેશે. તેથી ઘણા લોકોનુ માનવુ છે કે મહાશિવરાત્રિ 19ના રોજ મનાવવામાં આવશે. મહાશિવરાત્રિ માટે નિશિતા કાળ પૂજાનુ મુહૂર્ત ચૌદસ તિથિમાં હોવુ આવશ્યક છે, તેથી મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે.
પીપળાના વૃક્ષ પર જળ અર્પણ કરવુ જોઈએ
શનિ પ્રદોષના દિવસે શનિની દશાઓમાંથી પીડિત જાતકોને પીપળાના વૃક્ષ પર જળ અર્પણ કરવુ જોઈએ. આ ઉપરાંત પીપળાને પાંચ મિઠાઈ પણ અર્પણ કરવી જોઈએ. આ ઉપરાંત હનુમાનજીની પણ પૂજા શનિ પ્રદોષ વ્રતમાં લાભદાયી માનવામાં આવે છે.