Team VTV10:32 AM, 16 Mar 22
| Updated: 10:39 AM, 16 Mar 22
દેશમાં હવે મોટી સંખ્યામાં વેક્સિનેશનની પ્રોસેસ ચાલી રહી છે. વેક્સિનનું મહત્વ અને તેની જરૂરિયા દર્શાવવા માટે 16 માર્ચથી નેશનલ વેક્સિનેશન ડે મનાવામાં આવે છે.
નેશનલ વેક્સિનેશન ડે
સામાન્ય ભાષામાં આપણે રસીકરણ કહીએ
જાણો શા માટે ઉજવાય છે આજે આ દિવસ
વેક્સિનેશનને સામાન્ય બોલચાલની ભાષામાં રસીકરણ કહેવાય છે. રસીકરણ સંક્રામક રોગથી બચવા માટે ઈમ્યૂન સિસ્ટમને આર્ટિફિશિયલ રીતે એક્ટિવ કરવાની એક રીત છે. વેક્સિન માનવ શરીર માટે એક જરૂરી તત્વ છે અને તે કેટલાય રોગોથી બચવામાં માણસના શરીરને મદદ કરે છે. આ જ કારણ છે કે, એક બાળકના જન્મના તુરંત બાદ જ તેને વેક્સિન લગાવાનું શરૂ થઈ જાય છે. તેની વૈલ્યૂ આપણને કોરોના મહામારી દરમિયાન સમજાયુ કે, ઈમ્યૂનિટીને વધારવા માટે સમગ્ર વિશ્વમાં એક મોટી સંખ્યામાં વેક્સિનેશનની પ્રોસેસને અપનાવામાં આવી. દેશમાં હવે મોટી સંખ્યામાં વેક્સિનેશનની પ્રોસેસ ચાલી રહી છે. વેક્સિનનું મહત્વ અને તેની જરૂરિયા દર્શાવવા માટે 16 માર્ચથી નેશનલ વેક્સિનેશન ડે મનાવામાં આવે છે.
નેશનલ વેક્સિનેશન ડે
રાષ્ટ્રીય રસીકરણ દિવસ એટલે કે, નેશનલ વેક્સિનેશન ડે દર વર્ષે 16 માર્ચે મનાવામાં આવે છે. તેને મનાવા પાછળ પોલિયો વેક્સિન છે. જી હાં. 16 માર્ચ 1995ના દિવસે પહેલી વાર દેશમાં જીવન રક્ષક પોલિયો વેક્સિનેશન આપવાનું આવ્યું હતું. નેશનલ વેક્સિનેશન ડે ભારત સરકારની પોલિયો ઉન્મૂલન કાર્યક્રમ પલ્સ પોલિયોનો જશ્ન મનાવે છે, જે ભારતમાંથી પોલિયો ઉન્મૂલન માટે એક ઉલ્લેખનીય પહેલ હતી. કાર્યક્રમ અનુસાર 0થી 5 વર્ષના બાળકોને પોલિયો વેક્સિનના બે ટીપ આપવામાં આવ્યા હતા.
ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમ એક મોટી સફળતા બની ગયું છે, કારણ કે, 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતને પોલિય મુક્ત દેશ જાહેર કર્યો હતો. કથિત રીતે, ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ 2011માં પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો. પોલિયો કાર્યક્રમની સફળતા બાદ, ભારતમાં ટીબી અને ટિટનેસ જેવી બહું ગંભીર બિમારીઓ વિરુદ્ધ પણ રસીકરણ અભિયાન ચલાવામાં આવ્યા હતા.
શા માટે મનાવામાં આવે છે નેશનલ વેક્સિનેશન ડે
છેલ્લા કેયલાક દાયકામાં રસીકરણ દુનિયાભરમાં જીવલેણ બિમારીઓથી લડવા માટે એક મહત્વપૂર્ણ હથિયાર બની ગયું છે. નેશનલ વેક્સનેશન ડે 2022 રસીની ભૂમિકા અને તેમના મહત્વ પર પ્રકાશ પાડે છે. હાલના સમયમાં વેક્સિન દ્વારા નિભાવામાં આવેલી ભૂમિકાને નજરઅંદાજ કરી શકાય નહીં.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર વેક્સિન દર વર્ષે લગભગ 2થી 3 મિલિયન લોકોને બચાવે છે કારણ કે, કોવિડ મહામારી સમગ્ર દુનિયામાં ફેલાયેલી છે, એટલા માટે ભારત સરાકર પ્રત્યેક નાગરિકને રસી લગાવવા માટે જરૂરી પગલા ઉઠાવી રહી છે.
2022માં શું છે નેશનલ વેક્સિનેશન ડે થીમ
રાષ્ટ્રીય રસીકરણ દિવસ એટલે કે, નેશનલ વેક્સિનેનશ ડે 2022ની થીમ છે વેક્સિન વર્ક ફોર ઓલ. નેશનલ વેક્સિનેશન ડે 2022ની થીમ આ વાત પર પ્રકાશ પાડે છે, કે કેવી રીતે તમામ માટે કામ કરે છે અને દુનિયાભરમાં લોકોના જીવ બચાવે છે.