બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કોરોના મહામારી પછી હાર્ટ એટેકના કેસમાં અચાનક વધારો, AIIMSના ડોક્ટરે જણાવ્યું સાચું કારણ
Last Updated: 10:25 PM, 29 November 2024
કોરોના મહામારી બાદ હાર્ટ એટેકના મામલા ઘણા વધી ગયા છે. હાર્ટ એટેકના કેસ વધવાનું કારણ મળી ગયું છે. AIIMSમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફાર્માકોલોજી સંમેલનમાં વિશેષજ્ઞોએ આ દાવો કર્યો છે. વિશેષજ્ઞોનો દાવો છે કે મગજમાંથી નીકળતા કેટેકોલામઇન હોર્મોન સાથે એક્સિડએટિવ ટ્રેસ છે.
ADVERTISEMENT
હકીકતમાં શરીરમાં એન પ્રોટીન હાજર હોય છે. આને એસી 2 રેગ્યુલેટર કરે છે. જ્યારે શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ વધે છે ત્યારે હ્રદયના ધબકારા વધી જાય છે. આને કંટ્રોલ રાખવા માટે મગજમાં કાઈટેકોલામાઇન હોર્મોન રીલીઝ થાય છે. આનું કામ હાર્ટને કંટ્રોલ કરવાનું હોય છે, પરંતુ જરૂર કરતા વધારે રિલીઝ થવાના કારણે આ હાર્ટના પમ્પિંગ બંધ કરે છે જેમાં દર્દીનું મોત પણ થઈ જાય છે.
ADVERTISEMENT
દિલ્હી ફાર્માસ્યુટીકલ સાંસેજ એન્ડ રિસર્ચ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. રમેશ ગોયલે આ સંમેલનમાં કહ્યું કે કોવિડ Angiotensin-converting enzyme 2 (ACE2) પર અસર કરી રહી છે, જે એક રેગ્યુલેટરી સ્વિચ છે, તેને બદલે છે. આ સાન્ટાફાઇનાન્સનો પૂરો સ્ટ્રક્ચર બદલે છે.
તેને વધુમાં જણાવ્યું કે, 'આ કારણે શરીરમાં અચાનકથી સાઇટોકીનેશિયા કે ઇન્ફ્લેમેટરી માર્કર્સ વધી જાય છે, તે કારણે લોહી જાડુ લાગે છે અને હ્રદયની નસો પદ બદલાવ થાય અને પછી કાર્ડિયક અરેસ્ટ થઈ જાય છે.' તેમને વધુ કહ્યું કે ACE2 બાદ ઘણું બધું બદલાશે. CE 2 અને રેનિન એન્જીયોટેન્સન આલ્ડોસ્ટેરોન વિશે જાણ થયા બાદ ઘણો બદલાવ આવશે. ત્યારે લોકોને ખબર પડશે કે ફાઇબ્રોસિસમાં કામ કરવું જોઈએ.
કોવિડના કારણે થાય છે ફાઇબ્રોસિસ
ડૉક્ટર ગોયલે કહ્યું કે કોવિડના કારણે એ ફાઇબ્રોસિસ થાય છે, તેના લીધે બોડીમાં આ સિસ્ટમ બગાડે છે. અમુક લોકો અને લોંગ કોવિડ પણ કહી રહ્યા છે. આના લીધે જીનોમ એનાલિસીસ પણ જરૂરી છે. એ પણ જરૂરી છે કે ફાઇબ્રોસિસમાં ACEનો માત્ર સતત ચેક કરાવતા રહેવું જોઈએ.
તેમનું કહેવું છે કે લોંગ કોવિડના કારણે એટ્રીયલ ફાઇબ્રીલેશન હાર્ટના મસલ્સ યોગ્ય રીતે કામ નથી કરી શકતું, ત્યારે અચાનક મોત થઈ રહ્યું છે. આના ઘણા કારણો હોઈ શકે છે. પ્રદૂષણ પણ આનું મોટું કારણ છે. પર્યાવરણ આમા મોટી ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચોઃ મહિલાઓને 40ની ઉંમર પછી હાર્ટ એટેકનો વધારે ખતરો, આ ચાર કારણો જવાબદાર
55% દર્દી હાર્ટ એટેકની ગંભીરતા નથી સમજી શકતા જેથી થાય છે મોત
AIIMSના કમ્યુનિટિ મેડિસિનમાં પ્રોફેસર ડૉક્ટર આનંદ કૃષ્ણને જણાવ્યું કે 55% દર્દી હાર્ટ એટેકની ગંભીરતા નથી સમજી શકતા જેથી મોત થાય છે. એટલા માટે જરૂરી છે કે હાર્ટ એટેકના લક્ષણો દેખાયા પર વહેલી ટેક હોસ્પિટલ પહોંચવું.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.