મુસ્લિમ દેશની ચલણી નોટ પર કેમ છાપવામાં આવી હતી ગણેશજીની તસ્વીર, કારણ ચોંકાવનારું

By : juhiparikh 12:19 PM, 14 September 2018 | Updated : 12:19 PM, 14 September 2018
દેશભરમાં ગણેશોત્સવ શરૂ થઇ ગયો છે, ભગવાન ગણેશને સુખ અને સમુદ્ઘિના દેવતા માનવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના બીજા ઘણા દેશોમાં પણ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જી હા, દુનિયાના એક મુસ્લિમ દેશે ભગવાન ગણેશની તસ્વીર ત્યાંની એક ચલણી નોટ પર છાપી હતી.  છેલ્લા કેટલાક સમયથી આ ચલણી નોટનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેથી ઘણા લોકો તેણે ફેક માની રહ્યા છે. પરંતુ વાસ્તવિકમાં આ નોટ અસલી છે. મુસ્લિમ દેશમાં ઇન્ડોનેશિયા જ્યાં પર માત્ર 3% હિંદુ વસ્તી છે, ત્યાંની ચલણી નોટ પર ગણેશજીની તસ્વીર છાપવામાં આવી હતી.

ઇન્ડોનેશિયાની કરન્સીને રૂપિયાહ કહેવામાં આવે છે, ત્યાંની 20000ની નોટ પર ભગવાન ગણેશની તસ્વીર છે. વાસ્તવમાં ભગવાન ગણેશને આ મુસ્લિમ દેશમાં શિક્ષા, કળા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે.

ઇન્ડોનેશિયાની આ ચલણી નોટ પર ગણેશજીની સાથે એક વ્યકિતની પણ તસ્વીર હતી, જેમનું નામ 'કી હજાર દેવેન્ત્રા' છે.  આ વ્યકિત ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે શિક્ષણ માટે કામ કર્યુ હતુ, તેઓ 1945માં ઇન્ડોનેશિયાના શિક્ષણ મંત્રી પણ હતા.

વાસ્તવમાં ઘણા વર્ષો પહેલા ઇન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા લથડી પડી હતી, જે પછી ત્યાંના રાષ્ટ્રીય ચિંતકોઅ ઘણા વિચારો કર્યા પછી 20000ની નોટ જારી કરી, જેના પર ગણેશજીની ત્સવીર છાપવામાં આવી હતી. આ પાછળ લોકોનું માનવું છે કે, ''આ જ કારણે અહીંની અર્થવ્યવસ્થા મજબૂત છે.''Recent Story

Popular Story