બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / why foreign tourist can not come gujarat

પ્રવાસ / ખુશ્બુ ગુજરાતકીમાં કરોડો ખર્ચવા છતા આ કારણથી વિદેશી પ્રવાસીઓ નથી ડોકાતા ગુજરાતમાં

Gayatri

Last Updated: 09:26 PM, 17 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3000ના ખર્ચે કેવડિયાને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રવાસન સ્થળ બનાવવા છતાં વિદેશી પ્રવાસી કેમ ગુજરાતમાં કેમ ડોકાતા નથી તે વિચારવા જેવુ છે. હાલ 26 લાખ થી વધુ લોકો કેવડિયાની મુલાકાત લઈ ચુક્યા છે પણ તેમાં વિદશી પ્રવાસીઓની પાંખી હાજરી પ્રવાસન વિભાગને ચિંતા કરાવે તેવી છે. એવું તે શું કારણ છે કે, વિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં નથી આવતા.

  • પ્રાકૃતિક જગ્યા કરતા આર્ટિફિશયલ જગ્યામાં પ્રવાસીઓને રસ ઓછો
  • જે સૌંદર્ય છે તેને નિખારવા રૂપિયા ખર્ચાય તો વિદેશીઓ લલચાઈ શકે
  • આંતરાષ્ટ્રીય હોટેલ્સ અને રોકાણની કામગીરી 

31મી ઓક્ટોબર નજીકમાં છે ત્યારે ફરી એકવાર સરદાર પટેલને યાદ કરવામાં આવી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ગુજરાત આવીને તેમની જન્મજયંતીને સ્પેશ્યલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જે પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે આટ આટલો ખર્ચો કરવામાં આવ્યો તે પ્રવાસન ઉદ્યોગ કેમ વિકસી નથી રહ્યો? વિદેશી પ્રવાસીઓ ગુજરાત દર્શને આવતા કેમ ઉદાસીનતા સેવે છે? જેવા પ્રશ્નો ઉઠી રહ્યા 

શું છે કારણ?
સરકારના આટલા પ્રયત્નો છતાં પ્રવાસન ઉદ્યોગ પાટે કેમ નથી ચડતો? તો તે માટે ગુજરાતનું પ્રોપર બ્રાન્ડિંગ ન થતુ હોવાનું ખુદ સરકારી અધિકારીઓ નામ ન આપવાની શરતે સ્વીકારે છે. વળી ડ્રાય સ્ટેટની છબી પણ વિદેશીઓને અહીં આવતા રોકે છે. હોટેલ બિઝનેસમાં પણ ગુજરાતમાં જોઈએ તેવી આતંરરાષ્ટ્રીય લેવલની હોટેલ્સ નથી. વળી સફારી અને અભ્યારણ્યોનું પણ જોઈએ તેવું બ્રાન્ડિંગ નથી થઈ રહ્યુ. આર્ટીફિશ્યલ સફારી પાર્ક કરતા દરિયાઈ જીવસૃષ્ટી અને પ્રાકૃતિક સુંદર જગ્યાઓને વધુ સારી બનાવી તેનું બ્રાન્ડિંગ કરવામાં આવે તો પર્યટન વિભાગનો વિકાસ ઝડપી બની શકે છે. 

નવી પ્રવાસન નીતિ પણ કામ ના આવી
27મી સપ્ટેમ્બર 2015ના રોજ ટુરિઝમને વેગ આપવા માટે રાજ્ય સરકારને નવી ટુરીઝમ પોલીસે 2015-2020 જાહેર કરી હતી. જેમાં પ્રથમ વખત પ્રવાસનને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જેને કારણે ઉદ્યોગોને મળતા તમામ લાભો ટુરીઝમને પણ મળ્યા. વળી આ માટે સ્પેશ્યલ બજેટ ફાળવવામાં આવ્યુ અને કેપીટલ સબસીડી પણ આપવામાં આવી. 

"ખુશ્બુ ગુજરાત કી" પણ ફોરેનરો સુધી ન પહોંચી
'કુછ દિન તો ગુજારીયે ગુજરાત મૈં ' ખુશ્બુ ગુજરાત કેમ્પેઈનમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લેવામાં આવ્યા અને ખાલી જાહેરાત પાછળ જ કરોડો ખર્ચવામાં આવ્યા. તેમ છતાં આ જાહેરાતની ધારી અસર નથી થઈ અને ફોરેનર સુધી આ સુગંધ પહોંચી જ ન હોય તેમ વિદેશી પ્રવાસીઓની પાંખી હાજરી પ્રવાસન ઉદ્યોગ માટે ખતરારૂપ છે. જો કે ભારતના અન્ય રાજ્યોમાંથી પ્રવાસીઓની સંખ્યા વધી છે પણ તોય જે ઝડપથી નાણા ખર્ચાયા હતા તે ઝડપથી પ્રવાસી નથી આવી રહ્યા. 


અન્ય પ્રવાસન સ્થળ
ગુજરાતમાં સરકાર સમગ્ર ધ્યાન કેવડિયા ઉપર જ કેન્દ્રિત કરી રહી છે પણ એ સિવાય સમુદ્ર નગરી દ્વારકાને વિકસાવીને સરસ પ્રવાસન સ્થળ બની શકે તેમ છે તો વળી  સાપુતાર હિલ સ્ટેશન પણ અફલાતૂન છે. ધોળાવીરા, લોથલ, હેરિટેજ સિટી અમદાવાદ, રાણકી વાવ, મોઢેરાનું સૂર્યમંદિર, કોસ્ટલ હાઈવે પણ વિકસીત થઈ શકે છે. માધાપર-ઘેડનો હાઈવે તમને કોઈપણ આતંરરાષ્ટ્રીય જગ્યાની ફીલીંગ આપે પણ તેને વિકસાવવા સરકાર ઉદાસીન છે તો વળી ભાવનગરનો અલંગનો દરિયો તો આંતરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે પણ તેની હાલત પણ ગંભીર છે. 

દરિયાઈ જીવ સૃષ્ટી ભરપુર
ગુજરાત પાસે દરિયો અને દરિયાઈ જીવ સૃષ્ટી ભરપુર છે કેટલીક તો અલભ્ય પ્રજાતી પણ છે તેમ છતાં પ્રવાસન વિભાગ આ મામલે કોઈ જાહેરાત કે તેને વિકસાવવાની કોશિશ જ નથી કરી રહ્યુ. આર્ટીફિશ્યલ વિકાસની જગ્યાએ પ્રાકૃતિક વિકાસ પ્રવાસનને વેગ આપશે. 

'સ્ટેચ્યૂ ઑફ યુનિટ'ના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યુ છે. 3000 કરોડની આસપાસનો આ પ્રોજેક્ટ વિદેશીઓને પોતાની તરફ આકર્ષવામાં નિષ્ફળ રહ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Gujrati news Khushboo gujarat ki Tourist foreign tourist ગુજરાત પ્રવાસન વિભાગ વિદેશી પ્રવાસી Tourism
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ