ધર્મ / સ્મશાનનો ડર શા માટે?

Why the fear of cemetery?

સ્મશાન એવું ક્ષેત્ર છે જ્યાં માયા વસતી નથી, માત્ર જીવનનું સત્ય વસે છે. માનવી કાયમ માટે સત્યને સમજી શકે જો તે કાયમ માટે તેના હૃદયમાં સ્મશાન વૈરાગ્યને ધારણ કરી શકે. કોઈ પણ ઘર એવું નથી કે જ્યાં મૃત્યુ થયું ન હોય. માટે દરેક ઘર સ્મશાન જ છે. પૃથ્વી પર આપણા પગ તળે કોઈ પણ જગ્યા લો જ્યાં મડદું દટાયેલું ન હોય. બ્રહ્માંડ પર દૃષ્ટિ કરીએ તો પૂરું બ્રહ્માંડ સ્મશાન જ છે. બ્રહ્માંડમાં હર ક્ષણે તારાનું મૃત્યુ થાય છે. બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ તારાની કબરો છે. આપણે બ્રહ્માંડરૂપી સ્મશાનમાં જ જીવી રહ્યા છીએ. તો પછી સ્મશાનનો ડર શા માટે?

બ્રેકિંગ ન્યૂઝ