બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / વસ્તુને અડકવાથી કે કોઈની સાથે હાથ મિલાવાથી કેમ કરંટ લાગે છે? 99 ટકા લોકો નથી જાણતા
Last Updated: 10:38 PM, 15 February 2025
વીજળીથી કરંટ લાગવાની વાત તો ઘણી વખત સાંભળી હશે પરંતુ ક્યારેય તમે સાંભળ્યું કે અનુભવ્યું છે કે કોઈને અડવાથી અચાનકથી જોરનો ઝટકો લાગ્યો હોય.તો આવો જાણીએ કે કોઇ વ્યક્તિને સ્પર્શ કરતા કેમ લાગે છે કરંટ.
ADVERTISEMENT
એક્સપર્ટે જણાવ્યું કે મેડિકલ ભાષામાં આ વસ્તુને સ્ટેટિક ઇલેક્ટ્રિક શોક (static electric shock) કહેવામાં આવે છે.તેમણે કહ્યું કે આ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને હાથ લગાવાથી અથવા કોઇપર વસ્તુને અડવાથી કરંટનો અનુભવ થાય છે.
વીજળીથી કરંટ લાગવાની વાત તો ઘણી વખત સાંભળી હશે પરંતુ ક્યારેય તમે સાંભળ્યું કે અનુભવ્યું છે કે કોઈને અડવાથી અચાનકથી જોરનો ઝટકો લાગ્યો હોય. શિયાળામાં તો આવું ઘણી વખત થાય છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આખરે આવું કેમ બને છે. ઘણા લોકો વિચારે છે કે આ કોઈ જાદુ છે તો કેટલાકને તો ખબર જ નથી કે આવું કેમ બને છે? જો તમે પણ તેમાના એક છો તો ચાલો જાણી લઈએ કે તેની પાછળ કોઈ જાદુ છે કે વૈજ્ઞાનિક કારણ.
ADVERTISEMENT
માણસને અડતા જ કેમ કરંટ લાગે છે?
જો તમે પણ તેમાના એક છો જેમને માણસને અડતા જ કરંટ લાગે છે તો જાણી લો તેની પાછળનું કારણ. ખરેખરમાં આ કોઈ જાદુ નથી પરંતુ તેની પાછળ વિજ્ઞાન છે. ખરેખરમાં જે માણસના શરીરમાં ઈલેક્ટ્રોનની સંખ્યા વધી જાય છે તેના શરીરમાં નેગટિવ ચાર્જ પણ વધી જાય છે. આવામાં જ્યારે નેગેટિવ ઈલેક્ટ્રોન કોઈ વ્યક્તિ કે વસ્તુમાં રહેલા પોઝિટિવ ઈલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષિત કરે છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો જ્યારે નેગેટિવ ઈલેક્ટ્રોન્સ, પોઝિટિવ ઈલેક્ટ્રોન્સને પોતાની તરફ આકર્ષિત કરે છે તો કોઈ માણસ અને વસ્તુને અડવાથી કરંટ લાગે છે.
વધુ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીના મેચ ભારતમાં ક્યારે અને કેવી રીતે લાઈવ જોઈ શકાય? ICCએ કરી
આ વસ્તુને અડવાથી લાગે છે કરંટ
હવે તે પણ જાણી લઈએ કે તેવી કઈ વસ્તુઓ છે જેને અડવાથી વધુ કરંટ લાગે છે. સૌથી વધુ કરંટ શિયાળાની ઋતુમાં અનુભવાય છે. આ વિન્ટરમાં ઉની કપડાને અડવાથી, મેટલની વસ્તુઓને અડવાથી અને નાયલોન, પોલિએસ્ટર જેવા કપડાઓને અડવાથી કરંટ લાગે છે. વાળમાં ચટપટનો અવાજ પણ આવે છે.
કેવી રીતે બચી શકાય છે.
આનાથી બચવા માટે સમય-સમય પર જમીન સાથે પગ સ્પર્શ કરતા રહેવું.કારણ શરીરમાં જમા ઇલેકટ્રોન ચાર્જ જમીનમાં જતા રહે છે.એવામાં તમારી બોડી ચાર્જ નહી થાય.તો તમને કરંટનો ઝટકો નહીં અનુભવાય.જો તમે પગમાં ચપ્પલ પહેર્યા છે તો તેને જમીન સાથે સ્પર્શ કરાવતા રહો.એક્સપર્ટનુ કહેવુ છે કે વધાકે કરંટ શિયાળામાં જ લાગે છે.કારણ કે એ સમયે વાતાવરણ સુકુ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.