બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / Extra / કેમ સફેદ રંગની જ જોય છે નેત્રહીન દિવ્યાંગની લાકડી? તેની પાછળ છુપાયેલો છે ખાસ સંકેત

જનરલ નોલેજ / કેમ સફેદ રંગની જ જોય છે નેત્રહીન દિવ્યાંગની લાકડી? તેની પાછળ છુપાયેલો છે ખાસ સંકેત

Last Updated: 10:15 PM, 14 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે ઘણીવાર નેત્રહીન લોકોના હાથમાં સફેદ લાકડી જોઈ હશે, પરંતુ શું તમે જાણો છો કે આ લાકડી સફેદ રંગની કેમ હોય છે? ચાલો આ અંગે જાણીએ.

દર વર્ષે 15 ઓક્ટોબરના વિશ્વભરમાં વિશ્વ સફેદ છડી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ નેત્રહીન અને ઓછી દ્રષ્ટિવાળા લોકો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમના અધિકારો માટે લડવાનો દિવસ છે. આ દિવસનું સૌથી પ્રખ્યાત પ્રતીક સફેદ લાકડી છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અંધ લોકોની લાકડીનો રંગ સફેદ કેમ હોય છે? ચાલો જાણીએ આ સવાલનો જવાબ.

White-Cane1

નેત્રહીન લોકોના હાથમાં સફેદ છડી કેમ હોય છે?

સફેદ છડી નેત્રહીન લોકો માટે એક મહત્વપૂર્ણ સાધન છે જે તેમને સ્વતંત્ર રીતે ફરવા માટે મદદ કરે છે. આ લાકડી માત્ર એક આધાર નથી પણ એક સંકેત પણ છે જે અન્ય લોકોને જણાવે છે કે આ વ્યક્તિ દ્રષ્ટિહીન છે. સફેદ રંગ સૌથી વધુ દેખાતા રંગોમાંનો એક છે. દિવસના સમયે અને કૃત્રિમ રોશની દરમિયાન પણ તે સરળતાથી જોઈ શકાય છે. આનાથી વાહનચાલકો અને અન્ય લોકો નેત્રહીન વ્યક્તિને સરળતાથી જોઈ શકે છે અને સાવચેતી રાખે છે.

આ ઉપરાંત સફેદ લાકડી અંધ વ્યક્તિને અવરોધો, ખાડાઓ અને અન્ય જોખમોથી બચવામાં મદદ કરે છે. છડીને ફેરવી અને મહસૂસ કરીને નેત્રહીન લોકો તેમની આસપાસના વાતાવરણ વિશે માહિતી મેળવી શકે છે. ઉપરાંત સફેદ છડી નેત્રહીન લોકોને આત્મવિશ્વાસ અને સ્વતંત્રતાનો અહેસાસ કરાવી છે. આનાથી તેઓ તેમના રોજિંદા કાર્યો કોઈની મદદ વગર કરી શકે છે.

Website Ad 3 1200_628

આ પણ વાંચોઃ ટાટા ગ્રુપમાં માયાની માયાજાળ! કોણ છે આ 34 વર્ષની આ હુસ્નપરી, જેની ચર્ચા ચોમેર

સફેદ છડીનો ઇતિહાસ શું છે?

સફેદ છડીનો ઇતિહાસ 20મી સદીની શરૂઆતમાં ફ્રાન્સ સાથે જોડાયેલો છે. તે સમયે એક નેત્રહીન વ્યક્તિ ગુઇલે ડી'હર્બોન્થએ નેત્રહીન લોકો માટે રાષ્ટ્રીય શ્વેત છડી આંદોલન શરૂ કર્યુ હતું. આ પછી અમેરિકી રાષ્ટ્રપતિ લિંડન બી. જોન્સને 1964માં 15 ઓક્ટોબરે વિશ્વ સફેદ છડી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

આજકાલ ઘણા પ્રકારની સફેદ છડીઓ ઉપલબ્ધ છે. તેમાં સાદી સફેદ છડી તેમજ ઈલેક્ટ્રોનિક છડીઓનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિક છડીઓ સેન્સરથી સજ્જ છે જે અવરોધો શોધી કાઢે છે અને અવાજ અથવા કંપન દ્વારા વપરાશકર્તાને સૂચિત કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

general knowledge World White Cane Day History of White Cane
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ