ફાલ્ગુની પાઠક એક ગુજરાતી છે જેને ખાવા-પીવાનો અનહદ શોખ છે. પાંચ બહેનોમાંથી સૌથી નાની ફાલ્ગુની પાઠક હંમેશા "બોય લુક" માં નજર આવે છે.
મશહૂર ફાલ્ગુની પાઠક તેના સૂર-સંગીતની સાથે સાથે તેના લુક માટે પણ ચર્ચામાં રહે છે.
ફાલ્ગુની પાઠકની મોટી બહેનો તેને બહેન નહીં પણ તેનો ભાઈ માને છે.
સ્કૂલના એ સમય દરમિયાન એમને એક-બે વખત ડ્રેસ અને સ્કર્ટ પહેરવાની કોશિશ કરી હતી
ગરબા ક્વીનના નામથી દુનિયાભરમાં મશહૂર ફાલ્ગુની પાઠક તેના સૂર-સંગીતની સાથે સાથે તેના લુક માટે પણ ચર્ચામાં રહે છે. ફાલ્ગુની પાઠકે તેના સંગીત કરિયરમાં ઘણા એવા ગીત ગાય છે જે ગમે એટલી વખત સાંભળીએ પણ હંમેશા ફ્રેશ જ લાગે છે. આમાંથી જ એક ગીત છે "મૈંને પાયલ હૈ છાનકાઇ" છે જે આજે પણ લોકોના મોઢા પર જ રહે છે. જ્યારે પણ આઆ ગીત યાદ આવે ત્યારે ફાલ્ગુની પાઠકનો આમાં રહેલ "બોય લુક" લોકોને યાદ આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું કે આ ગુજરતી સિંગર હંમેશા આવા જ લુકમાં કેમ નજર આવે છે. બીજી મહિલાઓની જેમ એ ક્યારેય ડ્રેસ કે સાડી કે તેની સિવાયના આઉટફિટમાં કેમ નજર નથી આવતા. ચાલો આજે જાણીએ તેની પાછળ છુપાયેલ કારણ વિશે.. ]
હંમેશા પેન્ટ-શર્ટમાં જ કેમ નજર આવે છે?
ઘણા ઓછા લોકો જાણે છે કે ફાલ્ગુની પાઠકે તેનું પહેલું ગીત ફક્ત 10 વર્ષની ઉંમરે રેકોર્ડ કર્યું હતું. એ ગીત ફાલ્ગુની પાઠકે અલ્કા યાજ્ઞિક સાથે ગાયું હતું. એ પછી એમની સફળતાની કહાની શરૂ થઈ જે છે અને એક પછી એક એમ હિટ ગીતો આપતા રહ્યા. ફાલ્ગુની પાઠકની પ્રોફેશનલ લાઈફ વિશે દરેક લોકો જાણે છે પણ તેમની પર્સનલ લાઇફે વિશે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.
ફાલ્ગુની પાઠક ગુજરાતી છે અને તેમણે ખાવા-પીવાનો અનહદ શોખ છે. ખાસ કરીને તેમણે પિઝા અને પાસ્તા વધુ પસંદ છે. કુલ પાંચ બહેનોમાંથી ફાલ્ગુની પાઠક સૌથી નાની બહેન છે. ફાલ્ગુની પાઠકની મોટી બહેનો તેને બહેન નહીં પણ તેનો ભાઈ માને છે. એટલા જ માટે નાનપણમાં જ્યારે પણ તેમના વાળ મોટા થતાં ત્યારે તેમની બહેનો તેના વાળ કપાવીને ટૂંકા કરી નાખતી. ફાલ્ગુની પાઠકે એમના ટોમબોય લુક વિષે જણાવતા કહ્યું હતું કે એ નાનપણથી આવ જ લુકમાં રહી છે તેથી હવે પણ બદલવા નથી માંગતી.
સ્કૂલના એ સમય દરમિયાન એમને એક-બે વખત ડ્રેસ અને સ્કર્ટ પહેરવાની કોશિશ કરી હતી પણ એ પછીથી તેઓ હંમેશા પેન્ટ-શર્ટ જ પહેરે છે. પેન્ટ-શર્ટ એમની માટે આરામદાયક કપડાં છે અને એમને એ જ પહેરવા ગમે છે. બાકીની છોકરીઓની જેમ એમને ક્યારેય બીજા આઉટફિટ તરે કરવાની ઈચ્છા નથી થતી અને તેની મોટી બહેનોની જેમ શૃંગાર કરીને તૈયાર નથી થયા, એમને આ ટોમ બોયનો લુક વધુ પસંદ છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ફાલ્ગુનીએ આજ સુધી ક્યારેય નેલપૉલિશ નથી કરી. રિયલ લાઈફમાં એમને કોઈ પણ મેકઅપ પ્રોડક્ટ્સનો ખાસ ઉપયોગ પણ નથી કર્યો. ફાલ્ગુની પાઠક નવરાત્રીના દિવસોમાં વધુ ચર્ચાનો વિષય બને છે, બાકીના સમયમાં પણ તેઓ ઘણા શો કરે છે પણ એમને લાઈમલાઇટમાં રહેવાનો વધુ શોખ નથી એટલા માટે જ મીડિયાથી ઘણી દૂર રહે છે.