બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:18 PM, 23 July 2024
ઓલમ્પિક ગેમ્સની શરૂઆત 26 જુલાઈ 2024થી પેરિસમાં થવાની છે. ભારતના પ્લેયર પર ત્યાં હિસ્સો લેવા પહોંચ્યા છે. બધા દેશો મોટી સંખ્યામાં મેડલ જીતવા પ્રયાસ કરશે. કેમ કે અહીંયા જીતેલા મેડલનું ખૂબ મહત્વ હોય છે. પરંતુ આજે અમે તમને થોડી હટકે માહિતી આપવાના છીએ. તમે ઓલમ્પિક ગેમ્સમાં વિજેતા પ્લેયરને પોતાના મેડલને દાંતથી બચકું ભરતા કોઈ દિવસ જોયું હશે. આજે તેની પાછળના લોગિકને સમજવાનો પ્રયાસ કરીશું.
ADVERTISEMENT
જ્યારે પ્લેયર્સ તેના મેડલને દાંતથી બચકું ભારે છે, ત્યારે અમુક લોકોને સવાલ થાય છે કે તેઓ આવું શું કામ કરે છે. આ સવાલનો જવાબ જાણવા પ્રયાસ કર્યો ત્યારે રોચક તથ્ય જાણવા મળ્યું છે. પહેલાંના સમયમાં વ્યાપારીઓ સોનાની ખરાઈ કરવા માટે દાંતથી બચકું ભરતા હતા. તે થોડા દબાણમાં પણ ફાટી જતું.
આ પણ વાંચો : ભારતના આ રાજ્યમાં થાય છે દારૂની હોમ ડિલિવરી, આ રહી મંગાવાની પ્રોસેસ
ADVERTISEMENT
પરંતુ એથલીટ તેની ખરાઇ કરવા માટે આમ નથી કરતા. વર્ષ 1912ના પહેલા એથલીટને શુદ્ધ સોનાનો મેડલ આપવામાં આવતો. પરંતુ ત્યાર બાદ ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીએ શુદ્ધ સોનાના મેડલ આપવાનું બંદ કરી દીધેલ. મેડલને દાંતથી બચકું ભરવાના કારણે બંદ નહતું કરાયું. પણ બીજા કારણથી કરાયું હતું. એવું કહેવાય છે કે 1912 પહેલા એથલીટ મેડલની ખરાઈ કરવા બટકું ભરતા હતા. પરંતુ તે પરંપરા આજે પણ ચાલે છે.
હવે દાંતથી બચકું ભરવાની ધારણા બદલાઈ ગઈ છે. હવે એથલીટ એવું કરીને પોતાની મહેનત અને જોશને દર્શાવે છે. આ માટે ઓલમ્પિકની સાઇટ પર પણ જાણકારી આપવામાં આવી છે. સાઇટ અનુસાર, એથલીટ માત્ર ફોટો પડાવા દાંતથી બચકું ભારે છે. એથલીટ જ્યારે પોડિયમ પર ઊભા હોય છે ત્યારે ફોટોગ્રાફર તેને આ પોઝ આપવાનું કહે છે.
આ અંગે ફોટોગ્રાફર્સનું માનવું છે કે, આ એક શાનદાર પોઝ હોય છે. તે બીજા દિવસે અખબારમાં છપાય છે. માટે જ ફોટોગ્રાફર એથલીટને આ પોઝ આપવાનું કહે છે. ફોટોગ્રાફર માટે આ પોઝવાળા ફોટાનું ખૂબ મહત્વ હોય છે. તે એક પ્રતિષ્ઠિત શોટ હોય છે. જેને આસાનીથી વેચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.