બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / why do we cry when we chop onions and know the different type of tears

સ્વાસ્થ્ય / ડુંગળી કાપતી વખતે આંસુ કેમ આવે છે, જાણો આંસુના જુદા-જુદા પ્રકાર

vtvAdmin

Last Updated: 05:42 PM, 24 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલા આયરલેન્ડના એક વૈજ્ઞાનિકે આંસુમાંથી વીજળી પેદા કરવાની સંભાનવા વ્યક્ત કરી હતી. કેમકે તેમાં પ્રોટીનનુંપ્રમાણ ઘણું વિશેષ છે જેમાં થોડી પ્રક્રિયા હાથ ધર્યા બાદ વીજળી નિર્માણ થઇ શકે છે એવું એ વૈજ્ઞાનિકનું માનવું છે. તેમનો આ પ્રોજેક્ટ ક્યાં અટક્યો છે એ તો રામજાણે, પરંતુ ત્યારબાદ લોકો આંસુની કિંમતને સમજવા લાગ્યા છે.

આખરે આંસુ આવે છે ક્યાંથી. 
સુખ અને દુખના પ્રસંગો, ભાવુક દ્રશ્યો જોતી વખતે, કેટલીક યાદોનું સ્મરણ થતા અથવા અન્ય કોઇકારણસર શા માટે આંખમાંથી આંસુ ટપકી પડે છે. સુખ અને આંખમાંથી નીકળતા આંસુ વિશે આ જાણો છો?

દુખના આંસુઓ વચ્ચે તફાવત ખરો. આંસુ ખારા કેમ હોય છે. આવા સવાલોના જવાબ જાણીએ.

આઇબોલની ઉપર એક ગ્લેન્ડ હોય છે. જ્યાંથી આંસુ છુટતા હોય છે. આ ગ્લેન્ડ લેક્રેમલ ગ્લેન્ડ તરીકે ઓળખાય છે. જ્યાંથી સતત આંસુ નીકળતા રહે છે. તેના લીધે આંખની ભીનાશ પણ જળવાઇ રહે છે. આપણને રડવું આવે છે ત્યારે આ આંસુ વધારે નીકળે છે.કેટલાક આંસુ આંખના ખુણામાં આવેલા બે છીદ્રમાં બનેલા હોય છે. આંસુના પણ અલગ અલગ પ્રકાર હોય છે.

આંસુના ત્રણ પ્રકાર હોય છે. 
બેસલ આંસુ, રિફ્લેક્સ આંસુ અને ઇમોશનલ આંસુ. આંખોના રક્ષણ માટે તેમજ તેને પુરતી ચીકાશ મળીરહે તે માટે આંસુની ગ્રંથિ સતત ચોખ્ખુ પ્રવાહી ઉપજાવે છે. આંખ પટપટાવીએ ત્યારે આ પાણી આંખમા બધે પ્રસરી જાય છે. આ આંસુને બેસલ આંસુ કહેવાય છે. તે પાણી અને અનેક ઇલેક્ટ્રોલાઇટથી બનેલા હોય છે. આંખમાં કંઇ ખુંચવાથી જે આંસુ આવે છે તેને રિફ્લેક્સ આંસુ કહેવાય છે. લાગણીની પળોમાં જે આંસુ આવે તેને ઇમોશનલ આંસુ કહેવાય છે. જેને કાબુમા લેતા વાર લાગે છે. સુખના આંસુ અને દુખના આંસુ અલગ હોતા નથી, પરંતુ તેની ભાવના અલગ હોય છે.

કાંદા કાપતી વખતે આંસુ કેમ આવે છે.
કાંદા કાપતી વખતે લગભગ ભલભલાની આંખમાં આંસુ આવી જાય છે. કાંદા અનેક લેયરના બનેલા હોય છે. જેમાં એક ખાસ પ્રકારનું રસાયણ હોય છે. અને આંખની લેક્રાઇમલ ગ્લેન્ડ ઉત્તેજિત થાય છે. આંખમાં બલતરા થવા લાગે છે અને આંસુ બહાર આવે છે. તે રિફ્લેક્સ આંસુ તરીકે ઓળખાય છે.

નવજાત બાળકની આંખમાંથી આંસુ નીકળતા નથી
તમે ક્યારેય એવું નોંધ્યુ છે કે નવજાત બાળક જ્યારે રડતુ હોય ત્યારે તેની આંખમાંથી આંસુ નીકળતા નથી. તેનો અર્થ એવો નથી કે તેનેકોઇ પ્રોબલેમ હોય, પરંતુ નાના બાળકોના જન્મ વખતે અશ્રુગ્રંથિઓનો પુર્ણ વિકાસ થયો હોતો નથી. જેથી તેના આંસુ બહાર આવતા નથી તેથી ઘણાં લોકોને લાગે છે કે બાળક ખોટું ખોટુ રડે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Tears lifestyle આંસુ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ