બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કોઇ પણ મૃતદેહ જોઇને પોલીસ કેમ હંમેશા ટોપી ઉતારે છે, જાણો તેની પાછળનું મહત્વનું કારણ

જાણવા જેવું / કોઇ પણ મૃતદેહ જોઇને પોલીસ કેમ હંમેશા ટોપી ઉતારે છે, જાણો તેની પાછળનું મહત્વનું કારણ

Last Updated: 05:54 PM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Why Policemen Remove Cap : પોલીસમેન મૃતદેહ પાસે પહોંચતાની સાથે જ તે પોતાની ટોપી ઉતારે છે. આવું શા માટે કરવામાં આવે છે? શું આ અંગે કોઈ નિયમો છે?

Why Policemen Remove Cap: ઘણીવાર જ્યારે કોઈ અકસ્માત થાય છે અથવા કોઈ પ્રકારની ઘટના બને છે. કોઈ ગુનો આચરવામાં આવ્યો હોય જેમાં કોઈનો જીવ ગયો હોય. આવી સ્થિતિમાં, પોલીસ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચે છે. આવી સ્થિતિમાં, જ્યારે પોલીસ મૃતદેહ નજીક પહોંચે અથવા તો મૃતદેહને જુએ તો તુરંત જ પોતાની ટોપી ઉતારી દે છે. પોલીસનું વર્તન ખૂબ શિસ્તબદ્ધ હોય છે.

પોલીસ મૃતદેહ નજીક પહોંચતા જ ટોપી ઉતારે છે

જો કે આવા પ્રસંગોએ ઘણી વખત જોવા મળે છે કે, પોલીસમેન મૃતદેહ પાસે પહોંચતાની સાથે જ તે પોતાની ટોપી ઉતારી નાખે છે. આવા દ્રશ્યો ઘણી ફિલ્મોમાં પણ બતાવવામાં આવતા હોય છે. આવ્યા છે. આવું શા માટે કરવામાં આવે છે? શું આ અંગે કોઈ નિયમો છે જેનું પાલન પોલીસમેન કરે છે? ચાલો જાણીએ તેની પાછળનું શું કારણ છે.

પોલીસમેન મૃતદેહ સામે પોતાની ટોપી કેમ ઉતારે છે?

પોલીસ દળોને આવી કોઈ સૂચના આપવામાં આવતી નથી કે પોલીસકર્મીઓએ આવું કરવું જ જોઈએ. પરંતુ હજુ પણ અનેક પોલીસ અધિકારીઓ આ પરંપરાનું પાલન કરે છે. આનું કારણ મૃતક પ્રત્યે સહાનુભૂતિ અને આદર છે. ટોપી ઉતારવી એ એક પ્રકારનો હાવભાવ છે જે દર્શાવે છે કે પોલીસકર્મી મૃતક પ્રત્યે આદર દર્શાવી રહ્યો છે અને તેને પણ ઘટના પરત્વે દુખ છે. આ ઉપરાંત જ્યારે પોલીસ ટ્રેનિંગમાં હોય ત્યારે પણ તેઓને મૌખિત રીતે જણાવાય છે. આ ઉપરાંત બચપણથી પોતે પણ વિવિધ ફિલ્મો કે કોઇ ઘટના જોઇ હોય તો તેના માનસ પર આ પ્રકારની છાપ હોય છે.

આ પણ વાંચો : NEET UG પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક, જાણો એક જ ક્લિકે

પરંપરાગત રીતે ચાલી આવે છે પ્રથા

પોલીસ કર્મચારી જ્યારે ટ્રેનિંગ પુર્ણ કરીને ફિલ્ડમાં જાય ત્યારે અન્ય સીનિયર અધિકારી કે સાથી કર્મચારીઓને આવું કરતા જોઇને ધીરે ધીરે તે પણ ટેવાઇ જાય છે અને આ પ્રકારે આ પરંપરા પોલીસની વિવિધ પેઢી(બેચ)માં પરંપરાગત રીતે જ આગળ નિર્વહન થતી હોય છે. આ ઉપરાંત ભારત વર્ષો સુધી અંગ્રેજોનો ગુલામ રહ્યો. ઇંગ્લેન્ડ પોલીસમાં આ પ્રથા હોવાથી તેનું પાલન અહીં પણ થવા લાગ્યું અને પછી પેઢીદરપેઢી પોલીસમાં આ પ્રથા આજે પણ ચાલુ જ રહી.

વિદેશમાં પણ પોલીસ આ પરંપરાનું પાલન કરે છે

આવું ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થાય છે. ભારતના પોલીસકર્મીઓ જ મૃતદેહની સામે પોતાની ટોપી ઉતારતા હોય તેવું જરા પણ નથી. આ પ્રથાનું પાલન વિદેશમાં પણ કરવામાં આવે છે. જ્યારે કોઈ પોલીસકર્મી કોઈ પરિવાર પાસે તે પરિવારના સભ્યના મૃત્યુની જાણ કરવા જાય છે, ત્યારે તે પોતાની ટોપી પણ ઉતારે છે. ટોપી ઉતારવી એ ફરજિયાત કાયદો નથી પરંતુ માનવીય લાગણીઓથી પ્રેરિત થઈને કરવામાં આવેલું કાર્ય છે. આ ઉપરાંત તે જરૂરી નથી કે તમામ પોલીસકર્મીઓને પોતાની ટોપી ઉતારે તે દરેક વ્યક્તિના પોતાના અંગત વિચારધારા પર આધારિત હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Police Deadbody Cap protocol Why Policemen Remove Cap
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ