બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / આવું પણ બને! જાન્યુઆરીમાં કેમ વધી જાય છે તલાકના કિસ્સા, રસપ્રદ છે કારણ
Last Updated: 09:39 PM, 7 January 2025
ગઈકાલે એટલે કે 6 જાન્યુઆરીના રોજ ડિવોર્સ ડે ગયો છે. શું તમે જાણો છો કે, આ જાન્યુઆરી મહિનામાં લોકો મોટા પ્રમાણમાં છૂટાછેડા લેવાનો નિર્ણય કરે છે? આથી જ તેને ડિવોર્સ મંથ પણ કહેવાય છે. ઘણા લોકો ન્યૂ ઇયર અને ક્રિસમસના સેલિબ્રેશનમાં બીઝી થઈ જાય છે, જેના કારણે પણ સંબધમાં ખટાસ આવે છે.
ADVERTISEMENT
USA ટુડેના અહેવાલ મુજબ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં છૂટાછેડાના કેસ અને નવા ક્લાયન્ટની સંખ્યા વધી જાય છે. એક સ્ટડી અનુસાર 2001 અને 2015 વચ્ચે વોશિંગ્ટનમાં ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરી મહિનામાં છૂટાછેડાના કેસમાં નોંધપાત્ર વધારો થયો હતો. તો રિચાર્ડ નેલ્સન LLPના અહેવાલ મુજબ જાન્યુઆરીમાં "DIY ડિવોર્સ" અને "ક્વિકી ડિવોર્સ" જેવી Google સર્ચ પણ 100 ટકા વધી જાય છે. આ સિવાય છૂટાછેડાના વકીલોનો સંપર્ક કરનારા લોકોની સંખ્યામાં પણ 30 ટકાનો વધારો થાય છે.
ADVERTISEMENT
સાયકોલોજિસ્ટ મુજબ નવું વર્ષ શરૂ થતાની સાથે જ લોકો તેમના જીવનને સુધારવા વિશે વિચારે છે. તેઓ ગયા વર્ષને પાછળ છોડીને એક નવી શરૂઆત કરવા માંગે છે. જ્યારે લોકો નવા વર્ષ માટે લક્ષ્યો નક્કી કરે છે, ત્યારે તેઓ તેમના સંબંધોનું મૂલ્યાંકન પણ કરતા હોય છે. જો તેમને લાગે કે તેમનો સંબંધ તેમના જીવનમાં બોજ બની ગયો છે, તો તેઓ તેને સમાપ્ત કરવાનું નક્કી કરે છે. આથી જ છૂટાછેડાના કેસ માટે જાન્યુઆરી મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT