બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:12 PM, 7 November 2024
અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન એવું કહ્યું કે સ્ત્રી અને પુરૂષ વચ્ચે લગ્નની લઘુત્તમ વયમાં તફાવત એ પિતૃસત્તાક વ્યવસ્થાની નિશાની છે. ભારતમાં પુરૂષ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહિલા માટે 18 વર્ષ છે. આ પિતૃસત્તાક વ્યવસ્થાની નિશાની સિવાય બીજું કંઈ નથી.
ADVERTISEMENT
શું બોલ્યાં જસ્ટિસ સૌમિત્ર દયાલ સિંહ
જસ્ટિસ સૌમિત્ર દયાલ સિંહ અને જસ્ટિસ ડી. રમેશે કહ્યું કે પુરુષોને લગ્ન માટે ત્રણ વર્ષનો વધારાનો સમય આપવામાં આવ્યો છે જેથી તેઓ અભ્યાસ કરી શકે અને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે. કોર્ટે કહ્યું કે મહિલાઓ માટે સ્થિતિ ઉલટી છે અને તેમને આવી કોઈ તક મળતી નથી. 'લગ્ન માટે લઘુત્તમ ઉંમરમાં પુરુષોને ત્રણ વર્ષ વધુ સમય આપવો અને મહિલાઓને તેનો ઇનકાર કરવો એ સમાનતાની વિરુદ્ધ છે. આ સિસ્ટમમાં એવું માનવામાં આવે છે કે પુરુષ ઉંમરમાં મોટો હોવો જોઈએ અને તેણે પરિવારની આર્થિક વ્યવસ્થાની દેખરેખ રાખવી જોઈએ. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે મહિલાઓએ બીજા પક્ષ તરીકે રહેવું જોઈએ અને પહેલા જેવો દરજ્જો મળવો જોઈએ નહીં.
ADVERTISEMENT
શું હતો કેસ
એક કપલે ફેમિલી કોર્ટના નિર્ણય સામે અપીલ કરી હતી. ફેમિલી કોર્ટે પુરુષના લગ્નને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. પતિએ એવી દલીલ કરી હતી કે તેની ઉંમર જ્યારે 12 વર્ષની હતી ત્યારે તેના લગ્ન થઈ ગયાં હતા પરંતુ હવે તેને આ લગ્ન માન્ય નથી. જોકે પત્નીએ વિરોધ કરતાં કહ્યું કે તેઓ હવે પુખ્તવયના હોવાથી લગ્ન રદબાતલ ન થઈ શકે. પત્નીની દલીલ પર હાઈકોર્ટે કહ્યું કે બાળ લગ્ન કાયદામાં જોગવાઈ છે કે જો બાળ વિવાહ થયાં હોય તો બન્નેમાંથી કોઈ એક લગ્ન રદ કરવાની માગ કરી શકે. તે ઉપરાંત બન્ને પુખ્તવયના થયાના બે વર્ષ બાદ પણ લગ્ન રદની અરજી કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.