બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / ખાતરને કરમુક્ત કરવાનો નિર્ણય GST કાઉન્સિલે કેમ ટાળ્યો? GSTથી નાના ખેડૂતો મુશ્કેલીમાં?

મહામંથન / ખાતરને કરમુક્ત કરવાનો નિર્ણય GST કાઉન્સિલે કેમ ટાળ્યો? GSTથી નાના ખેડૂતો મુશ્કેલીમાં?

Last Updated: 09:32 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8 મહિના પછી GST કાઉન્સિલની બેઠક મળી, કાઉન્સિલે એવું ઠેરવ્યું કે લાંબા સમયથી ખેડૂતોની માગ હતી એ ખાતર પર 5 ટકા GST નાબૂદ કરવો. ગ્રુપ ઓફ મિનિસ્ટરની એક વ્યવસ્થા છે ત્યાં મોકલ્યું છે, શું થાય છે એ હવે ખબર પડશે.

દેશમાં ખેતીને સંકટમુક્ત કરવાની દિશામાં કેટલાક નિર્ણયો ખૂબ જરૂરી છે. ખેતી અને ખેડૂતને લઈને સરકારના દ્રષ્ટિકોણમાં જબરજદસ્ત વિરોધાભાસ છે. ખેડૂતોની આવક ડબલ કરવાના સરકારના પ્રયત્નો અને દાવાઓ તો કરે છે, પણ વાસ્તવિકતા શું છે એ જાણવાની જરૂર છે. એકબાજુ ટ્રેક્ટર, રોટોવેટર, કલ્ટીવેટર અને હાર્વેસ્ટર જેવા સાધનો ખરીદવા માટે સરકાર સબ્સીડી આપે છે, અને બીજીબાજુ એ જ ખેડૂતો આ જ સાધનો પર મોટો GST ભરી રહ્યાં છે. જ્યારે સરકાર ખુદ સાધનો પર સબ્સિડિ આપે છે તો મોટાપ્રમાણમાં GST કેમ વસૂલી રહી છે. ખેડૂતોનો એ અનુભવ છે કે સરકાર જે સબ્સિડી આપે છે એના કરતા બજારમાં વસ્તુ સસ્તી મળે છે. કારણ કે ડીલર માન્યતા પ્રાપ્ત થવા માટે સરકારી અધિકારીઓને પૈસા આપવા પડે છે, એટલે અધિકારીને આપવાના, GST અને ભાવ વધારો, એ ગણો તો સબ્સીડીનો મુદ્દો રહ્યોં જ ક્યાં.

 • ખેતીના સાધનો ઉપર GSTનો મુદ્દો ફરી ચર્ચામાં
 • તાજેતરમાં GST કાઉન્સિલની બેઠક મળી
 • બેઠકમાં ખાતરને કરમુક્ત કરવા અંગે ચર્ચા તઈ
 • GST કાઉન્સિલે દરખાસ્તને મંત્રીસમૂહને મોકલી છે

ખેડૂત ગમે તે ખરીદી લાવે, બીલ સરકારમાં મુકે પછી સરકાર ભલે એને વર્ષે સબ્સિડી આપે, તમે કરી શકો. તમે વેઈટિંગ લીસ્ટ બનાવો. આ વર્ષે 2 હજાર ખેડૂતોને કોઈ વસ્તુની સબ્સિડી આપવાની છે તો આપી દો, વેઈટિંગમાં બીજા 3 હજાર રહ્યાં તો 2001થી આવતા વર્ષે શરૂ કરો. આને પારદર્શક રીતે ચલાવો. ખેડૂતને ખબર પડે કે મારો વારો હવે આવવાનો છે. ખેડૂતને વસ્તુ તમે લેવા દો ને. કલ્ટીવેટરમાં 50 ટકા સબ્સિડી નથી જોઈતી. કોઈપણ કંપનીનું ખરીદે તમે ખરીદવા દો. એને નજીક પડતું હોય તો રિપેરિંગ માટે દૂર ના જવું પડે. જલદી મળી જાય. ભલે 10 હજાર સબ્સિડી આપો પણ બધાને આપો.

 • GST કાઉન્સિલ ખેતીના સાધન કે ખાતર અંગે નિર્ણય કેમ ન લઈ શકે?
 • ખેડૂતને ખેતી પરવડે તે માટે ખેતીના સાધન કરમુક્ત થવા જોઈએ?
 • ખેતીના સાધનો ઉપર GST લાગતા તે સીમાંત ખેડૂતની પહોંચથી દૂર થઈ ગયા?

આજે થાય છે એવું કે અમદાવાદના સાણંદના ખેડૂતને રોટોવેટર લેવા સાવરકુંડલા અને જશદણ જવું પડે, કાં તો ત્યાં માન્યતા પ્રાપ્ત ડીલરો છે. બાવળામાં સારી બ્રાન્ડનું કોઈ રોટોવેટર બનાવતો હોય તો એ સરકારમાં માન્ય ના હોય. માન્ય એટલે ના કરાવ્યું હોય કે સરકારી અધિકારી એની પાસેથી 10-10 લાખ રૂપિયા માગતા હોય. સરકાર શું કરવા ખેડૂતના પૈસાની ચિંતા કરે છે, ખેડૂત જ મોટો એન્જિનિયર છે, એને જે વસ્તુ ખરીદવાની છે, એમાં પૈસા રોકવાના છે, તો ખેડૂતને ખબર જ છે કે બાવળામાં મળે છે એ સારું છે, અને જશદણમાં મળે છે એ સરકારી પદ્ધિતીથી બનેલું છે. કારણ કે ખેડૂત એક વસ્તુ ખરીદતા આજુબાજુવાળા મળીને સગવાલાનો 10 જણનો અભિપ્રાય લે છે. સગાનું કોઈનું ટ્રાયલ લેવા લઈ આવે છે પછી નક્કી કરે છે કે સારું સાધન ક્યું છે.

જ્યારે કોઈ બનાવનારો સરકારી વ્યવસ્થામાં પૈસા આપે છે, તો સબ્સિડિવાળો લોટ જુદો બનાવે છે. એટલે એની ગુણવત્તા હલકી હોય, ખેડૂત પણ સબ્સિડિ મળે છે એટલે લેવા ત્યાં જ જશે. ટપક માટે સરકાર મોટી સબ્સિડિ આપે છે, પણ ખેડૂતો એ ફરિયાદ કરે છે કે 70 ટકા સબ્સિડિ સિવાયના 30 ટકામાં બજારમાં વસ્તુ એ જ ક્વોલીટીની અને એ જ ભાવે મળે છે. કારણ કે એમાં GST, ડીલરના પૈસા જોડે તો એને સબ્સિડિ લેવાની લાઈનમાં વધારાનું ઉભુ રહેવાનું થાય, અને વસ્તુ એની એ જ હોય છે.

 • ખેતીના યંત્રો GSTમાંથી બહાર લાવવામાં આવે
 • ખેતીના સાધન ઉપર GST લાગતા વેપારી વધુ કિંમત વસૂલે છે
 • ખેતીના સાધન ઉપર GSTથી નાના ખેડૂતોની મુશ્કેલી વધી છે

ખેતીના સાધનો ઉપર GSTનો મુદ્દો ફરી ચર્ચામાં છે. તાજેતરમાં GST કાઉન્સિલની બેઠક મળી હતી. બેઠકમાં ખાતરને કરમુક્ત કરવા અંગે ચર્ચા થઈ. GST કાઉન્સિલે દરખાસ્તને મંત્રીસમૂહને મોકલી છે. ગૃપ ઓફ મિનિસ્ટર્સના અધ્યક્ષ તરીકે બિહારના નાયબ મુખ્યમંત્રી છે. સવાલ એ છે કે ખેતીના સાધન, ખાતર સહિતની વસ્તુઓ કરમુક્ત થશે? GST કાઉન્સિલ ખેતીના સાધન કે ખાતર અંગે નિર્ણય કેમ ન લઈ શકે? ખેડૂતને ખેતી પરવડે તે માટે ખેતીના સાધન કરમુક્ત થવા જોઈએ? ખેતીના સાધનો ઉપર GST લાગતા તે સીમાંત ખેડૂતની પહોંચથી દૂર થઈ ગયા?

 • હાલ ખેતીના સાધનો ઉપર કેટલો GST?

ટ્રેકટર 12%

ટ્રેક્ટર ટ્રોલી 12%

ટ્રેક્ટર કલ્ટીવેટર 12%

રોટાવેટર 12%

થ્રેસર 12%

ઈરિગેશન પાઈપ 12%

ટપક સિંચાઈના સાધન 12%

સબમર્સિબલ પંપ 18%

સ્પ્રિંક્લર્સ 12%

ગ્રેડિંગ મશીન 18%

 • ભારતમાં ખેતીના યાંત્રીકીકરણનો દર 40 થી 45% છે
 • અમેરિકામાં 95% ખેતી મશીન આધારીત છે
 • બ્રાઝિલમાં 75% જ્યારે ચીનમાં 57% ખેતી મશીન આધારીત
 • ભારતમાં ખેતી મશીન આધારીત થાય એ સમયની માગ છે

 • ખેતીના ક્યા સાધનો ઉપર GST નથી લાગતો?

કોદાળી

પાવડો

કુહાડી

દાતરડુ

વાડ કાપવાની કાતર

ત્રિકમ

બિલ હુક

લાકડાની કિલ

ખેડૂતોનો તર્ક શું છે?

ખેતીના યંત્રો GSTમાંથી બહાર લાવવામાં આવે છે. ખેતીના સાધન ઉપર GST લાગતા વેપારી વધુ કિંમત વસૂલે છે. ખેતીના સાધન ઉપર GSTથી નાના ખેડૂતોની મુશ્કેલી વધી છે. નાના ખેડૂતોથી ખેતીના યંત્રો પહોંચ બહાર છે. ખેડૂતની આવક વધતી નથી અને સાધનોના ખર્ચ વધે છે.

 • કૃષિ યંત્ર નિર્માતાઓને વેગ મળશે
 • નાના ખેડૂતો ખેતીના આધુનિકીકરણ તરફ વળશે
 • ઓસ્ટ્રેલિયા, કેનેડાની જેમ ખેતીની અલગ GST કાઉન્સિલ બનાવવી
 • ખેડૂતોને મશીનોમાં પોતાના ઘણાં નાણા રોકવા પડે છે

ખેતીનું યાંત્રીકીકરણ અને ભારત

ભારતમાં ખેતીના યાંત્રીકીકરણનો દર 40 થી 45% છે. અમેરિકામાં 95% ખેતી મશીન આધારીત છે. બ્રાઝિલમાં 75% જ્યારે ચીનમાં 57% ખેતી મશીન આધારીત છે. ભારતમાં ખેતી મશીન આધારીત થાય એ સમયની માગ છે.

 • ખેતી મશીનરીમાં 80% હિસ્સો ટ્રેકટરનો છે
 • ટ્રેકટરની 80% ભાગીદારી સિવાય બાકીનો હિસ્સો અન્ય મશીનરીનો છે

ખેતીના સાધનો ઉપર કેમ ઘટવો જોઈએ GST?

કૃષિ યંત્ર નિર્માતાઓને વેગ મળશે. નાના ખેડૂતો ખેતીના આધુનિકીકરણ તરફ વળશે. ઓસ્ટ્રેલિયા, કેનેડાની જેમ ખેતીની અલગ GST કાઉન્સિલ બનાવવી. ખેડૂતોને મશીનોમાં પોતાના ઘણાં નાણા રોકવા પડે છે. ખેતી મશીનરીમાં 80% હિસ્સો ટ્રેકટરનો છે. ટ્રેકટરની 80% ભાગીદારી સિવાય બાકીનો હિસ્સો અન્ય મશીનરીનો છે.

સંકળાયેલા મુદ્દાઓ

GST council meeting farm implements Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ