બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ઐશ્વર્યા રાયે પોતાના નામમાંથી 'બચ્ચન' સરનેમ કેમ હટાવી? આખરે સામે આવ્યું સાચું કારણ
Last Updated: 09:24 PM, 29 November 2024
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ફરી ચર્ચામાં આવ્યા છે. અત્યારે તે કોઈ મૂવીના કારણે નહીં પણ એક ઇવેન્ટના લીધે ચર્ચામાં છે. ઐશ્વર્યા રાયે દુબઈમાં આયોજિત ગ્લોબલ વિમેન્સ ફોરમમાં ભાગ લીધો હતો. જેમાં તેને મહિલા સશક્તિકરણ પર જોરદાર ભાષણ આપ્યું હતું. આ દરમિયાન જ સોશિયલ મીડિયામાં રમખાણ મચી ગયું હતું. કેમ કે ખબર ઉડી હતી કે ઐશ્વર્યા અને અભિષેકના હવે છૂટાછેડા થઇ ગયા છે.
ADVERTISEMENT
पता नहीं क्यों आज कल रिश्तों में खटास आ रही है ,लोग एक दूसरे को समझ नहीं पा रहे है ,हालिया दिनों में यह सामने आया है कि हिंदी फिल्मों के महानायक अमिताभ बच्चन की बहु ऐश्वर्या राय और अभिषेक बच्चन का तलाक होने जा रहा है ,आखिर क्या
— Ajeet Bind (@ajeetbind607) November 29, 2024
वजह हो सकती है !#AishvaryaRayBachhan pic.twitter.com/qLK8Yz7LNp
ADVERTISEMENT
ફોરમ પ્રોગ્રામના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઐશ્વર્યાની એક શોર્ટ ક્લિપ શેર કરવામાં આવી હતી જેમાં ઐશ્વર્યા રાય બચ્ચને ભાગ લીધો હતો. જેમાં તે વાત કરતી જોવા મળી રહી છે. પણ તેની વાતચીતમાં તેમના લગ્ન અથવા સંબંધને લગતું કંઈ નહોતું. પરંતુ બેકગ્રાઉન્ડમાં જે નામ લખ્યું હતું તે ચર્ચાનું કારણ બન્યું હતું.
આ સ્ક્રીનમાં તેનું નામ 'ઐશ્વર્યા રાય બચ્ચન'ને બદલે 'ઐશ્વર્યા રાય' લખેલું હતું. જેમાં તેને ઇન્ટરનેશનલ સ્ટાર ઐશ્વર્યા રાય તરીકે દર્શાવવામાં આવી છે. 'બચ્ચન' અટકની ન લખવાના કારણે સોશિયલ મીડિયા પર અફવાહનો દોર ગરમાયો હતો. જેમાં અભિષેક અને ઐશ્વર્યાના છૂટછેડાની અફવાહ ઉડી હતી.
પરંતુ તે કપલ દ્વારા છૂટાછેડાની આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઐશ્વર્યાના ઓફિશિયલ એકાઉન્ટ પર તેનું નામ ઐશ્વર્યા રાય બચ્ચન જ લખેલું છે. અને ઐશ્વર્યાના એકાઉન્ટ પરથી અમિતાભ બચ્ચનને 6 વીક પહેલા બર્થડે વિશ પણ કરવામાં આવ્યું હતું. જે તેમના પોઝિટિવ રિલેશનને દર્શાવે છે. આ સિવાય જ્યારે આ અફવાહ ઉડી હતી ત્યારે ઐશ્વર્યાને એરપોર્ટ પર જે ગાડી પિક કરવા આવી હતી તે ગાડી પણ અભિષેકની હતી. જેથી સોશિયલ મીડિયામાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.