આજે ડિબેટની શરૂઆતમાં આપણે પાકિસ્તાનની વાત કરીશુ. પાકિસ્તાન માટે એવુ કહેવાય છે કે એ દેશમાં લોકશાહી પર થોડો ઘણો વિશ્વાસ પણ જો ટકી રહ્યો હોય તો તેના માટે જવાબદાર છે માત્ર ને માત્ર ન્યાયતંત્ર. જિ હા. પાકિસ્તાનની કોર્ટ કાયદાના પાલન બાબતે ઘણી જ કડક છે.. એવી જ અથવા તો એનાથી વધુ સારી સ્થિતિ ભારતની છે તેવુ વિશ્વાસ સાથે કહી શકાય.. ભારતમા ન્યાયપાલિકા અને ન્યાયપ્રણાલિ લાંબી છતા સાબૂત છે.. પરંતુ તાજેતરમા ન્યાયતંત્રમા સર્વોચ્ચ સ્થાને બિરજમાન એવા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ પર સવાલ ઉઠે એટલે બીજા અનેક સવાલો પેદા થાય.. સવાલ એ છે કે એવ કોઈ પ્રયાસ થઈ રહ્યો છે કે જેમા ન્યાયતંત્રની ગરિમાને ઈરાદાપૂર્વક લાંછન લગાવવામાં આવ્યુ હોય.. શું ન્યાયતંત્રમાં દખલગીરીનો સિફતપૂર્વક પ્રયાસ થઈ રહ્યો છે.. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જેવી માનનીય પદવી પર બેઠેલા વ્યકિત સામે થયેલા આક્ષેપોમાં સાચુ કોણ, ખોટુ કોણ.. આ જ વિષય પર છે આજનુ મહામંથન ન્યાય થશે ?