મહામંથન / દરેક સરકારી શાળા ઉચ્ચ કોટિનું શિક્ષણ કેમ ન આપી શકે?

આપણે લાંબી લાઈનની વાતો કરીએ ત્યારે એ લાંબી લાઈન મોટેભાગે રાશનની દુકાન, વીજ બીલ કે ટેલિફોન બીલ ભરવા કે પછી ફિલ્મની ટિકિટ માટે જ હોય.. પરંતુ મોડી રાતના અઢી વાગ્યાથી જયારે સરકારી શાળામાં એડમિશનના ફોર્મ લેવા લાઈન લાગવાની વાત સંભળાય ત્યારે એવુ ચોક્કસ લાગે કે હા દેશમાં કંઈક પરિવર્તન તો થઈ રહ્યુ છે. અહીં સંદર્ભ છે સુરતની એક શાળાનો પરંતુ તેના આધારે વાત કરવી છે સંભવિત એવા ઉજ્જવળ શિક્ષણની એ શિક્ષણ કે દરેક સરકારી શાળા આપી શકે છે, એ શિક્ષણ જે દરેક બાળકના ભવિષ્યમાં ઘડતરરૂપ છે.. આમ પણ કોઈ જાણકારે કહ્યું છે કે કોઈ દેશનું તમારે પતન નોંતરવુ હોય તો તેના પર હથિયારોથી આક્રમણ કરવાની જરૂર નથી, એ દેશનું શિક્ષણ પાંગળુ કરી દો એટલે એ દેશ આપોઆપ પતનના આરે ધકેલાઈ જશે. ઋષીકુળની ઉન્નત શિક્ષણ પરંપરાઓમાં પાંગરેલા આ દેશમાં ફરી એકવાર સરકારી શાળાઓના શિક્ષણની તાસિર બદલાઈ રહી છે ત્યારે પાયાનો પ્રશ્ન એ છે કે શું દરેક સરકારી શાળા ઉચ્ચ કોટિનું શિક્ષણ કેમ ન આપી શકે.. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ