બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / વડોદરાના સમાચાર / 'Why are you chasing our daughter?' Kahi broke with an iron pipe, the love affair ended, the sad incident of Jambusar

ભરૂચ / 'તું અમારી દિકરીનો પીછો કેમ કરે છે, કહી લોખંડના પાઇપથી તૂટી પડ્યા, પ્રેમ પ્રકરણનો કરુંણ અંજામ, જંબુસરની વ્યથિત ઘટના

Vishal Khamar

Last Updated: 06:28 PM, 3 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના જંબુસર તાલુકાના વહેલ ગામે પ્રેમ પ્રકરણમાં યુવતિના પરિવારજનોએ યુવકને ઢોર માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે જંબુસર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

  • પ્રેમ પ્રકરણમાં યુવકને માર્યો ઢોર માર
  • યુવતિના પરિવારજનોએ યુવક પર કર્યો જીવલેણ હુમલો
  • સમગ્ર મામલો પહોચ્યો પોલીસ મથકે

ભરૂચના જંબુસર તાલુકાના વહેલમ ગામે પ્રેમ પ્રકરણમાં પ્રેમીને પ્રેમિકાના પરિજનોએ ગામના મેદાનમાં સરેઆમ નગ્ન કરી ઢોરમાર માર્યો હોવાની ઘટના અને તેના વાયરલ વિડીયોએ ભારે હલચલ મચાવી દીધી છે.
યુવતીના પરિજનોએ બંનેને ઝડપી પાડ્યા હતા
ભરૂચના જંબુસર તાલુકાના વહેલમ ગામે 23 વર્ષીય યોગેશ વસાવા તેના મોટા ભાઈ સાથે રહે છે. યુવકને ગામની જ યુવતી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. ગત 27 જાન્યુઆરીએ યુવતીના પરિજનોને પ્રેમ પ્રકરણની જાણ થતાં મધરાતે યુવતી યોગેશના ઘરે દોડી ગઈ હતી.યુવતીના પરિવારના ચાર સભ્યો યુવકના ઘરે આવી જતા બન્ને પ્રેમી પંખીડા ત્યાંથી ભાગ્યા હતા. જેઓને નજીકમાંથી પકડી યુવતીના પરિજનોએ બન્નેને પકડી યુવકને માર મારી યુવતીને લઈ ગયા હતા. જે બાદ ગુરૂવારે યોગેશ ગામની ભાગોળે આવેલા મેદાનમાં બેઠો હતો. ત્યારે યુવતીના પરિજનો હાથમાં લોખંડના પાઇપ, લાકડાના દંડા લઈને દોડી આવ્યા હતા.

ગ્રામજનોનાં ટોળે ટાળા ઉમટ્યા

ગ્રામજનો તેમજ યુવકના સમાજના લોકોએ વટાવી તમામ હદ
યુવાનને પકડી તું અમારી દીકરીનો પીછો કેમ કરે છે તેમ કહી અપશબ્દોનો વરસાદ વરસાવી લાફા, ધિક્કાપાટુ અને સપાટાઓ ઝીકવાનું શરૂ કરી દીધું હતું.માનવતાની તમામ હદ વટાવી 5 પુરુષો અને 3 મહિલાઓએ યુવકને નગ્ન કરી અધમુઓ કરી દીધો હતો. ગ્રામજનો તેમજ યુવકના સમાજના લોકો ભેગા થઈ જવા છતાં યુવકને માર મારવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો. જેના વાયરલ થયેલા વિડીયોએ ભારે ખળભળાટ મચાવ્યો છે.

યુવકના પરિવારજનોમાં ભયનો માહોલ

પ્રેમિકાના પરિજનો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા દાખલ કરાયો છે. પ્રેમીએ તેને નગ્ન કરી ઢોરમાર મારનાર પ્રેમિકાના પરિજનો સતીશ સુરેશ માળી, મહેશ ઈશ્વર માળી, વિજય પૂજાભાઈ વાઘેલા, કમલેશભાઈ, મહેશની પત્ની, રીંકલ માળી, જયાબેન અને સુરેશ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. જંબુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch Jambusar Moved to hospital love affair વડોદરા સિવિલ હોસ્પિટલ Bharuch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ