બ્રેકિંગ ન્યુઝ
VTV / Why are the heartbeats suddenly stopping while laughing and jumping! A new study from AIIMS on heart attack
Priyakant
Last Updated: 08:11 AM, 31 May 2023
ADVERTISEMENT
ગુજરાત સહિત દેશભરમાં હાલના દિવસોમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ કોઈને લગ્ન સમારંભમાં ડાન્સ કરતી વખતે, કોઈને કસરત કર્યા પછી તો કોઈને ઘરે બેઠાં બેઠાં હાર્ટ એટેક આવે છે. યુવાનો પણ આનો શિકાર બની રહ્યા છે. આ તરફ એવું પણ કહેવામાં આવે છે કે, કોરોના પછી આવા કેસમાં વધુ વધારો થયો છે. આ આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ આઘાતમાં છે. આ અંગે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સનો અભ્યાસ બહાર આવ્યો છે.
ADVERTISEMENT
AIIMSના ડોકટરો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કાર્ડિયાક અથવા સ્ટ્રોકના કિસ્સામાં માત્ર થોડી સંખ્યામાં લોકો જ હોસ્પિટલમાં વહેલા પહોંચી જાય છે. AIIMSના કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડૉ.આનંદ ક્રિશ્નને એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં આ વાતનો વિસ્તારપૂર્વક ખુલાસો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં હાર્ટ એટેકથી થતા મોટાભાગના મૃત્યુ વિલંબના કારણે થાય છે.
AIIMSના અભ્યાસમાં શું બહાર આવ્યું ?
AIIMS દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં હાર્ટ એટેકને લઈને ઘણી બાબતો બહાર આવી છે. પ્રોફેસર ડૉ.આનંદ કૃષ્ણને જણાવ્યું કે, અમે આ અભ્યાસ બલ્લબગઢ બ્લોક ફરીદાબાદમાં કર્યો હતો. અમે સૌપ્રથમ બ્રેઈન એટેક કે હાર્ટ એટેકથી થતા મૃત્યુનું સોશિયલ ઓડિટ કર્યું. અમે તેની પાછળનું કારણ શોધી કાઢ્યું કે શું આ મૃત્યુ સમયસર ન પહોંચવાના કારણે થયા છે? રિસર્ચમાં જાણવા મળ્યું કે, 10 ટકા લોકો એવા હતા જેમણે સમયસર હોસ્પિટલ પહોંચીને પોતાને બચાવ્યા.
હાર્ટ એટેક પછીનો 1 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ
પ્રોફેસર ડૉ.આનંદ કૃષ્ણને જણાવ્યું કે, હાર્ટ એટેક પછીનો 1 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન દર્દીને શક્ય તેટલી વહેલી તકે સારવાર મળે તે જરૂરી છે. આ મેળવવાથી દર્દીનો જીવ બચાવી શકાય છે. ડૉ. આનંદ કૃષ્ણને તેમના અભ્યાસમાં જણાવ્યું કે, હાર્ટ એટેક પછીના 1 કલાકમાં સારવાર લેનારા લોકોમાંથી માત્ર 10 ટકા જ રહી ગયા.
સારવારમાં વિલંબ મૃત્યુનું કારણ બન્યું
ડૉ.આનંદ કૃષ્ણને તેમના અભ્યાસમાં જણાવ્યું કે, હાર્ટ એટેક પછીના 1 કલાકમાં સારવાર લેનારા લોકોમાંથી માત્ર 10 ટકા જ રહી ગયા. 30થી 40 ટકા લોકો વિલંબને કારણે હોસ્પિટલ પહોંચ્યા ન હતા. બાકીના 55 ટકા લોકો સમજી શક્યા નથી કે તેમને હાર્ટ એટેક છે કે મામૂલી દુખાવો. હૉસ્પિટલમાં જવું કે નહીં એ વિચારતો રહ્યો. બાકીના 20 થી 30 ટકા લોકો હોસ્પિટલ જવા રવાના થયા હતા, પરંતુ વાહન અથવા રસ્તા વચ્ચે જામ થવાને કારણે ફસાઈ ગયા હતા અને સમયસર સારવારના અભાવે મૃત્યુ પામ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ સારવારમાં વિલંબ થતાં લોકોના મોત થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.