મહામંથન / હાઈકોર્ટના ફરમાન બાદ શાળા સંચાલકો કેમ ઓનલાઈન શિક્ષણ બંધ કરી રહ્યા છે?

એક તરફ હાઈકોર્ટે સ્કૂલ શરૂ ના થાય ત્યાં સુધી ફી ના લેવા માટે ફરમાન જાહેર કર્યુ છે. તો બીજી બાજુ ખાનગી શાળા સંચાલકો ઓનલાઈન શિક્ષણ બંધ કરીને આડોડાઈ કરી રહ્યા છે. સ્કૂલો શરૂ ના થાય ત્યાં સુધી વાલીઓને શાળાઓ ફી ભરવા માટે દબાણ નહીં કરી શકે. તો બીજી બાજુ ખાનગી શાળા સંચાલકો હવે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભીંસમાં લઈ રહ્યા છે. અને ઓનલાઈન શિક્ષણનો બહિષ્કાર કરી રહ્યા છે. જે વાલીઓ પોતાના સંતાનોને ઓનલાઈન શિક્ષણ આપવા માગે છે તેમના માટે પણ આ ચિંતાજનક બાબત સામે આવી છે. આખરે શાળા સંચાલકો અને સરકારની લડાઈમાં કોણ કોને ભણાવી રહ્યુ છે. કેમ ઓનલાઈન અને ઓફલાઈનની માથાકૂટમાં વિદ્યાર્થીઓ સાઈડલાઈ થઈ રહ્યા છે. ખાનગી શાળા સંચાલકોના નિર્ણયથી શું અસર થશે. ફી વસુલાતની ફાંસ ક્યારે નીકળેશે. ખાનગી શાળાઓ કેમ મનમાની કરી રહી છે. આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ