બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Why are people not being given cocktail booster dose in India

મહામારી / હવે આ કોકટેલ બુસ્ટર ડોઝ શું છે? દુનિયાભરના એક્સપર્ટસ કહે છે તો ભારતમાં કેમ નથી અપાઈ રહી? જાણો મહત્વની માહિતી

Khyati

Last Updated: 01:13 PM, 10 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં આજથી બુસ્ટર ડોઝ લગાવવાની શરૂઆત, પણ શા માટે નથી અપાઇ કોકટેલ રસી ?

  • બુસ્ટર ડોઝની કેમ છે જરૂરિયાત ?
  • કેમ નથી અપાતી કોકટેલ રસી ?
  • બુસ્ટરડોઝ લેનારની સંખ્યા 16 કરોડ 

દેશભરમાં આજથી કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ લગાવવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં ત્રીજો ડોઝ ફ્રંટલાઇન વર્કર્ અને હેલ્થકેર વર્કર્સ સિવાય 60 વર્ષથી વધુની વય ધરાવતા વડીલો કે જેઓ કોઇ ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા હોય તેવા લોકોને પણ આપવામાં આવી રહ્યો છે.  દેશમાં લગભગ 1 કરોડ હેલ્થ વર્કર્સ અને 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સ છે. તેમજ 60થી વધુ વય ધરાવનારની સંખ્યા 13 કરોડ છે એટલે કે દેશમાં 16 કરોડ બુસ્ટરડોઝની જરૂર પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયએ જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ ત્રીજા ડોઝમાં એજ વેક્સિન આપવામાં આવશે જે પહેલી બે ડોઝમાં આપવામાં આવી હતી. જો પહેલી બે ડોઝ કોવિશિલ્ડના આપવામાં આવ્યા હશે તો ત્રીજો ડોઝ પણ કોવિશિલ્ડનો જ આપવામાં આવશે. આ પ્રમાણે જ કોવેક્સિન આપવામાં આવી હશે તો ત્રીજો ડોઝ કો વેક્સિનનો જ આપવામાં આવશે.

રસીનો ત્રીજો ડોઝ કોકટેલ કેમ નહી ?

દુનિયાભરના વિશેષજ્ઞોનું માનવુ છે કે ત્રીજો ડોઝ અલગ વેક્સિન હોવી જોઇએ. જો પહેલા બે ડોઝ કો વેક્સિનના હોય તો ત્રીજો ડોઝ કોવિશિલ્ડ અને પહેલા બંને ડોઝ કોવિશિલ્ડના હોય તો ત્રીજો કો વેક્સિનનો ડોઝ આપવો જોઇએ. પરંતુ સરકાર તરફથી હાલ કોઇ વેક્સિનના મિશ્રણ અંગે વાત કરવામાં આવી નથી
 જો કે વેક્સિનના પહેલા ડોઝને પ્રાઇમરી કહેવામાં આવે છે. પહેલો ડોઝ વાયરસની ઓળખ કરીને તેની વિરુદ્ધ એન્ટિબોડી બનાવે છે. પરંતુ જે પ્રાઇમરી ડોઝ હોય છે અને તેનાથી જે એન્ટિબોડી બને છે તે આગળ પણ મેઇન્ટેઇન રહે તે માટે બીજો ડોઝ આપવામાં આવે છે. જો કે હાલ વાપરવામાં આવતી  વેક્સિનથી ઇમ્યુનિટી 6થી 8 મહિના બાદ ઓછી થતી જોવા મળી રહી છે. જેથી ઇમ્યુનિટી બુસ્ટ કરતા વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

શું કહે છે ડોક્ટર્સ ?

ડૉ. રાયનું કહેવુ છે કે જેઓને વેક્સિન લગાવાવમાં આવી છે તે તમામને બુસ્ટર ડોઝ આપવામાં આવે. અત્યાર સુધી વેક્સિન સેફ અને અસરકારક હોવાનું
 પ્રમાણ છે. પરંતુ લોન્ગ ટર્મ માટે આ અંગે જાણકારી નથી. 

બુસ્ટર ડોઝની જરૂરિયાત કેમ ?

કોરોના વિરુદ્ધ વેક્સિનેશનથી જે ઇમ્યુનિટી થોડા મહિનામાં પુરી થઇ જાય છે તેને વધારવા માટે વેક્સિનનો બુસ્ટર ડોઝ જરૂરી છે. આ ઉપરાંત કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોને બુસ્ટર ડોઝની જરુરિયાત વધારે દીધી છે. કેમ તે નવો વેરિયેન્ટ જે લોકોએ રસી લીધી છે તેમને પણ શિકાર બનાવી રહ્યો છે. જેનાથી સૌથી વધુ ખતરો વડીલો, હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સને છે. જેથી વેક્સિનનોત્રીજો ડોઝ લગાવવામાં આવી રહ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Covishield covaxin mix dose booster dose
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ