બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Why are Indians going to Dubai to get vaccinated at a cost of Rs 55 lakh?

સવાલ / 55 લાખ રૂપિયા ખર્ચીને વેક્સિન લેવા ભારતીયો દુબઇ કેમ જઇ રહ્યા છે? જાણો કારણ

Anita Patani

Last Updated: 01:20 PM, 19 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના અમીર લોકો કોરોના વેક્સિન લેવા માટે ચાર્ટર્ડ પ્લેનથી દુબઇ જઇ રહ્યાં છે અને તેના માટે 55 લાખ રૂપિયાનો ખર્ચ પણ કરી રહ્યાં છે.

  • ભારતીય લોકો દુબઇમાં કેમ લઇ રહ્યાં છે વેક્સિન 
  • 55 લાખ રૂપિયા ખર્ચીને જાય છે દુબઇ
  • ભારતની બહાર વેક્સિન લેવા જઇ રહ્યાં છે 

આ લોકો ત્યાં ફાઇઝરની વેક્સિન લઇ રહ્યાં છે જ્યારે યુએઇમાં એસ્ટ્રાજેનેકા અને સાઇનો ફાર્મની વેક્સિન પણ ઉપલબ્ધ છે. યૂએઇમાં 40 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવી રહી છે. 

દુબઇના રોઝિડેન્સ વીઝા રાખનારા અમીર ભારતીયો કોરોના વેક્સિન લેવા માટે દુબઇ જઇ રહ્યાં છે. આ ટ્રેન્ડ માર્ચમાં શરૂ થયો જ્યારે દુબઇએ રેઝિડેન્ટ વિઝાધારકોને વેક્સિન માટે રજીસ્ટર કરવાની પરવાનગી આપી. એપ્રિલમાં તેજી આવી ત્યારે ભારતમાં કોરોનાના કેસ વધવા લાગ્યા. દુબઇમાં વેક્સિન લગાવી ચૂકેલા લોકો અને ચાર્ટર ઓપરેટર્સનું કહેવુ છે કે વેક્સિનના બે ડોઝ લગાવવા માટે લોકો દુબઇમાં જ રહી રહ્યાં છે. ફાઇઝરની વેક્સિનના બે ડોઝના ત્રણ અઠવાડીયાનું જ અંતર છે. 

55 લાખ રૂપિયાનો ખર્ચ 
વેક્સિન લગાવવાનો ખર્ચ 35 લાખ રૂપિયાથી 55 લાખ રૂપિયા છે. આ રકમ કરતા મોટો ખર્ચ પણ થઇ શકે છે. આ ઓપરેટરની પ્રાઇઝ, સિટી ઓફ ઓરીજીન, દુબઇમાં રહેવાની અવધિ અને નંબર ઓફ પેસેન્જર્સ પર નિર્ભર કરે છે. જે ભારતીયોના બિઝનેસ દુબઇમાં રજીસ્ટર્ડ છે તેમના રેજિડેન્ટ વિઝ છે. 

દુબઇના વિઝાવાળા એક ટોપ કોર્પોરેટ મેનેજરે માર્ચમાં દુબઇમાં ફાઇઝરની વેક્સિન લગાવી હતી. તે ભારતમાં પણ વેક્સિન લગાવી શકાતી હતી પરંતુ તેમણે કહ્યું કે, મને લાગે છે કે ફાઇઝરની વેક્સિન સુરક્ષિત છે. મે અને મારી પત્નીએ એક પ્રાઇવેટ જેટ લીધુ અને અમે દુબઇમાં 20 દિવસ રહ્યાં બધુ જ વ્યવસ્થિત રહ્યું. 

સંકળાયેલા મુદ્દાઓ

Dubai corona vaccine covid vaccine indians World
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ