બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:12 PM, 6 February 2025
સ્ત્રીઓના શૃંગાર માટે ઘરેણાં મહત્વનો હિસ્સો છે. મોટાભાગે આ ઘરેણાં સોના અને ચાંદીના બનેલા હોય છે. પરંતુ ધર્મ શાસ્ત્રમાં સોના અને ચાંદીના દાગીના પહેરવા માટેના નિયમો છે. સોનાના ઘરેણાં હંમેશા કમરથી ઉપર પહેરવામાં આવે છે, જ્યારે ચાંદીની પાયલ અને અંગૂઠાની વીંટી પગમાં પહેરવામાં આવે છે. પગમાં સોનાની પાયલ અને વીંટી નથી પહેરવામાં આવતી. ચાલો જાણીએ કે આ માન્યતા પાછળનું કારણ શું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આથી સ્ત્રીઓ પગમાં પાયલ જેવા ચાંદીના આભૂષણ પહેરે છે. શાસ્ત્રોમાં કમરના ઉપરના ભાગને પવિત્ર માનવામાં આવે છે, તેથી સોનાના ઘરેણાને કમરની ઉપર પહેરવામાં આવે છે.
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર,માનવ શરીરમાં ચંદ્ર અને સૂર્યની ઉર્જા હોવાથી શરીરના ઉપરના ભાગમાં સોનાના દાગીના અને કમરની નીચે ચાંદીના દાગીના પહેરવામાં આવે છે. જો યૌગિક આધારે જોવામાં આવે તો સોનું પોતાની અંદર ઊર્જાનો સંગ્રહ કરે છે. જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે તમે સોનાના દાગીનાની મદદથી ત્યાંની પવિત્ર અને ઉચ્ચતમ ઊર્જાને ગ્રહણ કરી શકો છો.
કમરની નીચે પાયલ અને અંગૂઠાની વીંટી ચાંદીની પહેરવામાં આવે છે કારણ કે શરીરનું અપાનવાયુ નીચેની તરફ આગળ વધે છે. અપાનવાયુ શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરે છે. જે સ્ત્રીઓને માસિક સ્રાવ, પેશાબ વગેરે દરમિયાન મદદ કરે છે. જો તમે સોનાની પાયલ અને અંગૂઠી જેવા ઘરેણાં પહેરો છો તો સોનાની મદદથી તમે કમરની નીચેની નકારાત્મક ઉર્જા શરીરમાં જ સમાહિત કરી લો છો અને તે નીચે તરફ નથી જતી. આ કારણોસર કમર ઉપર સોનું અને નીચે ચાંદી પહેરવાની માન્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.