બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / why air conditioner is installed in the atm room
Manisha Jogi
Last Updated: 07:10 PM, 22 April 2023
ADVERTISEMENT
મોટાભાગના લોકો રોકડ મેળવવા માટે ATM સેન્ટર પર જાય છે. ATM મશીનમાંથી સરળતાથી રોક મેળવી શકાય છે. આજના સમયમાં લગભગ તમામ વિસ્તારમાં ATM મશીન હોય છે. જો તમે પણ ATM મશીનમાંથી રોકડ ઉપાડો છો, તો તમે જોયું હશે કે, ત્યાં એર કંડિશનર લાગેલું હોય છે. અનેક ATM સેન્ટમાં બે-બે એસી લગાવવામાં આવેલા હોય છે. તો તમે કદાચ એવું વિચારી રહ્યા હશો કે, ગ્રાહકની સુવિધા માટે આ એર કંડિશનર લગાવવામાં આવ્યા છે. જો તમે આવું વિચારી રહ્યા છો, તો એવું નથી. આ બાબત તદ્દન અલગ છે.
ગરમીના દિવસોમાં કોઈ વ્યક્તિ ATMમાંથી રોકડ લેવા જાય ત્યારે તેને આનંદ આવે છે. ATMમાં ACની ઠંડી ઠંડી હવા મળે છે. જેથી અનેક લોકોને એવું લાગે છે કે, તેમના માટે જ આ AC લગાવવામાં આવ્યું છે. ATM મશીનમાં આરામ આપવા માટે AC લગાવવામાં નથી આવતું. તમે જોયું હશે કે, સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાથી અથવા ગરમ જગ્યાએ રાખવાથી તે ધીરે ધીરે ગરમ થઈ જાય છે. ATM મશીન સાથે પણ આ પ્રકારે થાય છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ATM 24 કલાક ચાલુ રાખવામાં આવે છે. આ કારણોસર ATM મશીન ગરમ થઈ જાય તો તે ખરાબ થવાની સંભાવના રહે છે.
ADVERTISEMENT
તમે પણ ATM માં પૈસા ઉપાડવા માટે જતા હશો. જ્યાં તમે જોયું હશે કે, ATM મશીનને ઠંડુ રાખવા માટે અને સતત સારી સર્વિસ આપે તે માટે કેબિનમાં AC લગાવવામાં આવે છે. અનેક જગ્યાએ મશીન વધુ હોય તો વધુ AC લગાવવામાં આવે છે. ભારતમાં ATM સેન્ટર પર બે AC હોય છે. એક ACને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવે છે. બંને AC વારાફરતી ઉપયોગ કરવામાં આવે છે, જેથી ATM મશીનને 24 કલાક કૂલિંગ મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.