Vande Bharat Train News: ભારત અને રશિયાની કંપનીઓના સંયુક્ત સાહસે 120 નવી વંદે ભારત ટ્રેનોના નિર્માણ અને આગામી 35 વર્ષ સુધી તેની જાળવણી માટે રૂ. 30,000 કરોડનો કરાર મેળવ્યો
વંદે ભારત ટ્રેનને લઈને ભારત અને રશિયા વચ્ચે મોટો વિવાદ
જોઈન્ટ વેન્ચરમાં સામેલ ભારતીય કંપની તેનો હિસ્સો ઊંચો કરવા ઈચ્છે છે
ભારત-રશિયાની કંપનીઓના સંયુક્ત સાહસે 120 નવી ટ્રેનોના નિર્માણનો કરાર મેળવ્યો
વંદે ભારત ટ્રેનને લઈને ભારત અને રશિયા વચ્ચે મોટો વિવાદ છેડાઈ ગયો છે. વાત જાણે એમ છે કે, વંદે ભારત ટ્રેનના નિર્માણ સાથે જોડાયેલા સંયુક્ત સાહસમાં હિસ્સાને લઈને ભારત અને રશિયા વચ્ચે વિવાદ વધી ગયો છે. જોઈન્ટ વેન્ચરમાં સામેલ ભારતીય કંપની તેનો હિસ્સો ઊંચો કરવા ઈચ્છે છે અને રશિયન કંપની તેની વિરુદ્ધ છે, જેના કારણે બંને કંપનીઓ વચ્ચે ટક્કર થઈ છે. ભારત અને રશિયાની કંપનીઓના સંયુક્ત સાહસે 120 નવી વંદે ભારત ટ્રેનોના નિર્માણ અને આગામી 35 વર્ષ સુધી તેની જાળવણી માટે રૂ. 30,000 કરોડનો કરાર મેળવ્યો છે.
રશિયન કંપની Metrowagonmash રશિયાની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગ કંપની Transmashholding નો ભાગ છે, છે. આ રશિયન કંપની રેલવે માટે રોલિંગ સ્ટોકના વિકાસ, ડિઝાઇન અને ઉત્પાદનમાં નિપુણતા ધરાવે છે. આ કંપનીએ ભારતની સરકારી કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) સાથે મળીને 120 વંદે ભારત ટ્રેનો બનાવવાનો કોન્ટ્રાક્ટ જીત્યો છે.
File Photo
અહેવાલ અનુસાર, કોન્ટ્રાક્ટ જીતનાર સંયુક્ત સાહસમાં Metrowagonmash પાસે 80 ટકા અને RVNLનો 26 ટકા હિસ્સો છે. ભારતની કંપની RVNL હવે જોઈન્ટ વેન્ચરમાં 69 ટકાનો બહુમતી હિસ્સો મેળવવા ઈચ્છે છે. તે ઇચ્છે છે કે રશિયન કંપની Metrowagonmash નો હિસ્સો ઘટાડીને 26 ટકા કરવામાં આવે અને ત્રીજા ભાગીદાર, Locomotive Electronic Systems (LES) ને 5 ટકા હિસ્સો મળે.
ભારતીય કંપનીએ રશિયન કંપનીને પત્ર લખ્યો
25 એપ્રિલ, 2023 ના રોજ રશિયન કંપનીને લખેલા પત્રમાં RVNL એ જાણ કરી કે, તેણે Kinet Railway Solutions Ltd (KRSL) નામની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીનો સમાવેશ કર્યો છે. અહેવાલ મુજબ, રશિયન કંપનીને પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કંપની SPV (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ) તરીકે કામ કરશે. તે રેલ્વે મંત્રાલય સાથે મેન્યુફેક્ચરિંગ કમ મેન્ટેનન્સ એગ્રીમેન્ટ (MCMA) પ્રોજેક્ટમાં પ્રવેશ કરશે અને પછી તેને અમલમાં મૂકશે.
આરવીએનએલએ કહ્યું કે, તે ભારતની સરકારી કંપની હોવાથી તેના માટે સરકાર તરફથી ક્લિયરન્સ મેળવવું વધુ સરળ રહેશે. આ સાથે, તે રેલ બાંધકામ પ્રોજેક્ટ્સમાં સ્થાનિક કામદારોને સામેલ કરવા જેવા મુદ્દાઓને પણ હેન્ડલ કરી શકે છે.
પત્રમાં રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 'વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને હકીકત એ છે કે, RVNL રાજ્ય સંચાલિત નાણાકીય સંસ્થાઓ સાથે મજબૂત સંબંધો ધરાવતી વિશ્વસનીય સરકારી કંપની છે. કંપનીએ કહ્યું, 'જો RVNL આ પહેલમાં અગ્રણી ભૂમિકા ભજવે છે, તો તે તમામ ભાગીદારો માટે ફાયદાકારક રહેશે.
રશિયન કંપની RVNLનો હિસ્સો વધારવાનો વિરોધ કરી રહી છે
RVNLએ જણાવ્યું હતું કે, Metrowagonmashએ સંયુક્ત સાહસમાં પોતાના માટે જે હિસ્સાની માંગણી કરી છે અને અન્ય ભાગીદારો માટે તેણે સૂચવેલા શેર માટે તેની સંમતિ આપવી જોઈએ. પરંતુ રશિયન કંપનીએ ભારત સરકારની કંપનીના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે અને હવે આ મામલો રશિયન સરકાર સમક્ષ ઉઠાવ્યો છે.
રશિયાના વેપાર પ્રતિનિધિએ 8 મેના રોજ ભારત સરકારને એક પત્ર લખીને RVNLને મૂળ કરારને વળગી રહેવા નિર્દેશ આપવા જણાવ્યું હતું. આ મામલે બંને કંપનીઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે અને હવે ભારત અને રશિયા ટોચના સ્તરે આ મામલો ઉકેલે તેવી શક્યતા છે.