whos tedros says lets not politicize probe of virus origins will check wuhan again
મોટા સમાચાર /
WHOના ચીફે કહ્યું કોરોના ક્યાંથી આવ્યો તે જાણવું જરુરી, વુહાન જઈને કરીશું તપાસ
Team VTV07:46 AM, 01 Dec 20
| Updated: 08:29 AM, 01 Dec 20
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ(Tedros Adhanom Ghebreyesus)નું કહેવું છે કે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો તે જાણવું જરુરી છે. આ અંગે WHOનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. આમ કરવાથી ભવિષ્યમાં થનારી બિમારીને રોકવામાં મદદ મળી શકે છે. બીજી તરફ સારા સમાચાર એ છે કે અમેરિકન કંપની મોર્ડના પોતાની કોરોનાની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માટે અમેરિકન અને યૂરોપિયન રેગ્યુલેટર્સને એપ્લાય કર્યું છે. રસીના લાસ્ટ સ્ટેજ ટ્રાયલ બાદ કંપનીએ દાવો કર્યો છે કે આ કોરોનાથી લડવામાં 94 ટકા કારગત છે.
આ માટે ચીનના વુહાનથી સ્ટડી શરુ કરવામાં આવશે
ફોર્સીએ એક પછી એક સતત બીજી લહેર આવવાની ચેતવણી આપી
પહેલો ડોઝ 21 ડિસેમ્બર સુધીમાં આવી શકે
આ માટે ચીનના વુહાનથી સ્ટડી શરુ કરવામાં આવશે
ટેડ્રોસે કહ્યું કે અમે આનો સોર્સ જાણવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. આ માટે ચીનના વુહાનથી સ્ટડી શરુ કરવામાં આવશે. જાણીશું કે શું થયું હતુ આ ઉપરાંત જોઈશું કે કેવી રીતે નિષ્કર્ષ પર પહોંચી શકાય છે. બીજા કયા રસ્તા છે. કોરોનાથી હાલમાં સૌથી વધારે મોત યુરોપમાં થઈ રહ્યા છે.દર રોજ 3-4 લોકો સંક્રમણથી દમ તોડી રહ્યા છે. અહીં ઈટલી, પોલેન્ડ , રુસ, યુકે ફ્રાન્સ સહિત 10 દેશો એવા છે જ્યાં દર રોજ 100થી 700 લોકોના જીવ જઈ રહ્યા છે. યુરોપમાં 48 દેશોમાં અત્યાર સુધીમાં સંક્રમણથી 3.86 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. દર રોજ થનારી મોતમાં બીજી નંબર પર નોર્થ અમેરિકા અને ત્રીજા નંબપ પર એશિયા છે. નોર્થ અમેરિકમાં રોજ 1500થી 2 હજાર દર્દીઓના મોત થઈ રહ્યા છે. જ્યારે એશિયામાં દર રોજ 1400થી 1800 લોકોના જીવ જઈ રહ્યા છે.
અત્યારે સોથી વધારે 50 લાખ એક્ટિવ કેસ છે.
અમેરિકન નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીજના ડાયરેક્ટર ડો. એન્થની ફોર્સીએ એક પછી એક સતત બીજી લહેર આવવાની ચેતવણી આપી છે. એનબીસીના એક કાર્યક્રમમાં ફોર્સીએ તમામને કોરોનાની ગાઈડલાઈન અને નિયમોનું પાલન કરવા આગ્રહ કર્યો છે. અમેરિકામાં અત્યારે સોથી વધારે 50 લાખ એક્ટિવ કેસ છે.
પહેલો ડોઝ 21 ડિસેમ્બર સુધીમાં આવી શકે
અમેરિકી દવા કંપની મોર્ડનાએ કોરોન વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે યૂએસ એફડીએ અને યૂરોપીય મેડિસિન એજન્સીની મંજૂરી માંગી છે. કંપનીને 2020ના અંત સુધી 5 કરોડ ડોઝ તૈયાર કરવાની આશા છે. જો બધું જ બરાબર રહ્યું તો પહેલો ડોઝ 21 ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ખુશી વ્યક્ત કરી છે.