Wholesale Market For Purchase Leather Jacket And Branded Jeans Delhi and Asia
શોપિંગ /
બ્રાન્ડેડ જીન્સ કે લેધર જેકેટ ખરીદવા માટે આ છે સૌથી સસ્તા માર્કેટ, રૂ.100માં મળી જશે
Team VTV09:24 AM, 24 Nov 19
| Updated: 10:05 AM, 24 Nov 19
શિયાળામાં ઠંડીથી શરીરનું રક્ષણ કરવા માટે આપણે સ્વેટર, જર્સી, જેકેટ, શોલ બીજા ઘણા પ્રકારની વસ્તુઓ ખરીદીએ છીએ. દેશના દરેક રાજ્યોમાં દર વર્ષે આવા કપડાની ભારે ખરીદારી કરવામાં આવે છે. જો તમને સારી ગુણવત્તાના કપડાં જોઈતા હોય તો એ તમારા ખીસ્સાને ભારે પડી શકે છે. પરંતુ આજે અમે તમને એવા બજાર વિષે જણાવવા જઈ રહ્યા છે જ્યાં શિયાળા માટે કપડાં સસ્તી કિંમતથી શરૂ થાય છે.
અહીંથી ખરીદો સસ્તા અને સારા કપડાં
લેધર જેકેટ કે બ્રાન્ડેડ જીન્સ ખરીદવા માટેના માર્કેટ
દિલ્હી, લુધિયાણાના બજારોમાંથી કરી શકો છો ખરીદી
માર્કેટમાં ક્વોલિટી વાળા કપડાં ઘણા મોંઘા હોય છે. શો રૂમમાં સામાન્ય જેકેટની કિંમત 1000 રૂપિયાથી શરુ થાય છે અને 3000 અથવા એનાથી પણ વધારે મોંઘા ભાવ તમને જોવા મળશે. પણ જો તમે બ્રાન્ડેડ જેકેટ અને સ્વેટર ખરીદવા માંગો તો એ હજુ વધારે મોંઘા મળે છે. જો તમે શિયાળાની ઋતુમાં દિલ્હી અથવા લુધિયાણામાં છો તો તમે તમે ઘણા સસ્તા ભાવે શોપિંગ કરી શકો છો.
જો તમે આ માર્કેટમાં ખરીદી માટે જાઓ છો તો તમે લેધર જેકેટ ફક્ત 180 રૂપિયામાં ખરીદી શકો છો. આ સાથે જ સ્વેટર 100 રૂપિયાથી ઓછા ભાવમાં મળી જાય છે. આ હોલસેલ બજાર છે પણ તમે અહીં ભાવતાલ કરીને એક પીસ પણ ખરીદી શકો છો.
દિલ્હીનું ગાંધી નગર માર્કેટ
આ જગ્યાએ તમને 15 હજાર કરતા પણ વધારે દુકાન છે. માટે જો તમે આવા કપડાં ખરીદવાના પસંદ કરો છો, તો દિલ્હીના ગાંધી નગર માર્કેટમાં આવી જાવ. જ્યાં તમને સ્વેટરથી લઈને જેકેટ પણ ખુબ સસ્તા અને ઓછી કિંમતમાં મળે છે. બસ અહીંયા ખરીદવા માટે તમારે ભાવતાલ કરવું સારી રીતે આવડવું જોઈએ. અહીંથી જથ્થાબંધ વસ્તુ લેવા પર તમને જેકેટ 100 રૂપિયામાં મળી જાય છે. અહીં ફક્ત 35 રૂપિયાંમાં બાળકો માટે ડેનિમ મળી જાય છે. અને મોટા માટે જીન્સ 80 રૂપિયામાં મળી આવે છે. આના સિવાય અહીંયા તમને ઘરેણાં, જ્વેલરી વગેરે પણ ઓછી કિંમતમાં મળશે. અહીંયા વેચાવવા વાળા કપડાં મોટાભાગે દુકાન વાળાઓએ પોતે જ તૈયાર કરેલ હોય છે. એટલા માટે તેમની ક્વાલિટી પણ સારી હોય છે.
એશિયાનું સૌથી મોટું હોલસેલ માર્કેટ
અહીંથી આખા દેશમાં અલગ અલગ જગ્યા પર કપડાં સપ્લાઈ કરવામાં આવે છે. શિયાળામાં અહીંયા તમને એક સારું અને હાઈ ક્વાલિટીનું શર્ટ ફક્ત 100 રૂપિયામાં મળી જશે. જયારે લેધર જેકેટ તમને સરળતાથી 180 માં મળી જશે. જો તમે પ્રીમિયમ ક્વાલિટી, હાઇ ક્વાલિટી તરફ જાવ છો તો તેવા જેકેટ પણ તમને ઓછી કિંમતમાં મળી જશે. દિલ્હીમાં આ માર્કેટ સિવાય લાજ્પત નગર, સરોજની નગર, જનપદ, ચાંદની ચોક, કરોલ બાગ વગેરે બજાર પણ છે. જ્યાંથી લોકો શોપિંગ કરવાનું પસંદ કરે છે. અહીંયા તમને ઉની કપડાં તમને તમારા બજારમાં મળવા વાળી કિંમત કરતા 50 ટકા સુધી ઓછી કિંમત પર મળશે.
લુધિયાણાના બજાર
દિલ્લી પછી લુધિયાણામાં ગરમ કપડાં સૌથી સસ્તા ભાવમાં મળે છે. લુધિયાણામાં ઘુમર મંડી અને કરીમપુરા બજારમાં પણ જથ્થાબંધ કપડાં મળે છે. ઉનના અને પાર્ટીમાં પહેરવા વાળા કપડાં માટે 1000 થી વધુ દુકાનો છે. અહીં 40 થી 50% ડિસ્કાઉન્ટ વાળી કિંમત પર કપડાં મળી રહે છે. એની સાથે તમે આ બજારમાં ભાવતાલ પણ કરી શકો છો.