wholesale inflation surges to record high above 15 percent in april against march detail here
Inflation April 2022 /
કંટ્રોલ બહાર ગઈ મોંઘવારી: 1998 બાદ પહેલી વાર 15 ટકાને પાર થયો જથ્થાબંધ ફુગાવો, આ કારણે સ્થિતિ બગડી
Team VTV03:02 PM, 17 May 22
| Updated: 03:22 PM, 17 May 22
રિઝર્વ બેંકની ચિંતાઓની વચ્ચે જથ્થાબંધ મોંઘવારી ત્રણ દાયકાના રેકોર્ડ સ્તરને ટચ કરી લીધી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જથ્થાબંધ મોંઘવારી એપ્રિલમાં વધીને 15.08 ટકા થઈ ગઈ છે.
દેશમાં મોંઘવારીએ માજા મુકી
જથ્થાબંધ મોંઘવારી ત્રણ દાયકાની ટોચ પર
ખાદ્ય ચીજોના ભાવ વધારાની અસર વર્તાઈ
રિઝર્વ બેંકની ચિંતાઓની વચ્ચે જથ્થાબંધ મોંઘવારી ત્રણ દાયકાના રેકોર્ડ સ્તરને ટચ કરી લીધી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જથ્થાબંધ મોંઘવારી એપ્રિલમાં વધીને 15.08 ટકા થઈ ગઈ છે. જે માર્ચમાં 14.55 ટકા હતી. આપને જણાવી દઈએ કે, એપ્રિલ 2021થી સતત જથ્થાબંધ મોંઘવારી ડબલ આંકડામાં રહેલી છે.
સરકારે આ અગાઉ 12 મેના રોજ છુટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા હતા. જે આઠ વર્ષની ઉંચ્ચ સ્તર પર હતા. એપ્રિલમાં મોંઘવારી દર 7.79 ટકા હતો, જે મે 2014 બાદ એટલે કે 95 મહિનામાં સૌથી વધારે રહ્યો. રિઝર્વ બેંક અને સરકારે મોંઘવારીને નાથવા માટે કોશિશ કરી રહી છે. પણ ગ્લોબલ ફેક્ટરના પ્રેશરમાં છૂટક અને જથ્થાબંધ મોંધવારી દર બંને વધી રહ્યા છે.
ખાદ્ય ચીજોની મોંઘવારી
એપ્રિલમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો 8.35 ટકા રહી હતી, જે માર્ચમાં 8.06 ટકા હતી. ઈંધણ અને વિજળીનો ફુગાવો એક મહિના પહેલા 34.52 ટકાથી વધીને 38.66 ટકા થઈ ગઈ. ઉત્પાદિત ઉત્પાદનોનો ફુગાવો માર્ચના 10.71 ટકાથી વધીને એપ્રિલમાં 10.85 ટકા થઈ ગઈ છે. તો વળી ક્રૂડ ઓયલ અને નેચરલ ગેસનો ફુગાવો એપ્રિલમાં 69.07 ટકા હતી.
હજૂ ગત અઠવાડીયે જાહેર થયેલા આંકડા અનુસાર, ફુગાવો એપ્રિલમાં વધીને આઠ વર્ષની ટોચ પર 7.79 ટકા પર પહોંચી ગયો છે.
કારણ શું છે
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે, એપ્રિલ 2022માં ફુગાવાનો ઉંચો દર મુખ્ય રીતે ખનિજ તેલ, મૂળ ધાતુઓ અને ક્રૂડ ઓયલ તથા નેચરલ ગેસ, ખાદ્ય વસ્તુઓ અને બિન ખાદ્ય વસ્તુઓ, ખાદ્ય ઉત્પાદનો, રસાયણો અને રસાયણિક વસ્તુઓ વગેરેની કિંમતો વધવાના કારણે થઈ છે.
રિઝર્વ બેંકે આ પગલા લીધા
વધતી મોંઘવારી જોતા કેન્દ્રીય રિઝર્વ બેંક તરફથી અલગ અલગ પ્રકારની એક્શન લેવામા આવી છે. વિતેલા દિવોસમાં રિઝર્વે બેંકે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો થયો હતો. આ વધારા બાદ રેપો રેટ 4.40 ટકા થઈ ગયું છે. આરબીઆઈના આ પગલાથી હોમથી લઈને કાર લોનના હપ્તા વધવા લાગ્યા છે. તો વળી આરબીઆઈએ કૈશ રિઝર્વ રેશિયો પણ વધારવાની જાહેરાત કરી છે.
1998ના ડિસેમ્બરમાં 15.32 ટકા રહ્યો હતો મોંઘવારી દર
ડિપાર્ટમેંટ ઓફ પ્રમોશન ઓફ ઈંડસ્ટ્રી એન્ડ ઈંટરનલ ટ્રેડના તાજેતરના આંકડા અનુસાર, એપ્રિલ 2022માં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 15.08 ટકા પર પહોંચી ગઈ હતી. વર્ષ પહેલા જથ્થાબંધ મોંઘવારી દર 1074 ટકા રહ્યો હતો. એક મહિના પહેલા એટલે કે માર્ચ 2022માં તેનો દર 14.55 ટકા રહ્યો હતો. આ સતત 13મો એવો મહિનો છે, જ્યાં જથ્થાબંધ મોંઘવારી દર 10 ટકાથી વધારે રહી. આવી રીતે ભારતમાં ફરી એક વાર ઉંચ્ચ મોંઘવારીવાળા જૂના દિવસો પાછા આવી ગયા છે. ડિસેમ્બર 1998માં જથ્થાબંધ મોંઘવારી દર 15.32 ટકા રહ્યો હતો.
આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે 2017માં જથ્થાબંધ મોંઘવારી બેસ ઈયરમાં ફેરફાર કર્યો હતો. હાલમાં જથ્થાબંધ મોંઘવારી બેસ ઈયર 2011-12 છે. આ અગાઉ જથ્થાબંધ મોંઘવારીની ગણતરી 2004-05નું બેસ ઈયર માનવામાં આવે છે. સેન્ટર ફોર ઈકોનોમિક પોલિસી એન્ડ પબ્લિક ફાઈનાન્સના ઈકોનોમિસ્ટ ડો. સુધાંશુ કુમારે આ અંગે જણાવ્યું હતું કે, બેસ ઈયરમાં પરિવર્તનનો અર્થ થાય છે ઉપયોગમાં લેવાતી વસ્તુ અને સેવાઓનું ગ્રુપ એટલે કે, બાસ્કેટમાં પરિવર્તન, મોંઘવારી માપવા માટે ઉપયોગમાં લેવાતા ઈંડેક્સ દ્વારા કોઈ ખાસ સમયમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને સેવાઓના ગ્રુપની કિંમતને ટ્રેક કરવામા આવે છે.