બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / કોણ જીતશે ચેમ્પિયન્સ ટ્રોફી, ફાઈનલમાં કોણ આવશે? જીતની મોટી ભવિષ્યવાણી, ભારત માટે વધ્યો ઉત્સાહ
Last Updated: 06:54 PM, 13 January 2025
ભારતે હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર કરી નથી પરંતુ તે પહેલા તેને માટે ગુડ ન્યૂઝ આવ્યાં છે. 2013 બાદ પહેલી વાર ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બને તેવી ભવિષ્યવાણી કરાઈ છે. રોહિત માટે આ ઘણા સારા સમાચાર છે. આમેય રોહિતના કેપ્ટન પદેથી ખસવાની ચર્ચાઓ ચાલી રહી છે એટલે જો રોહિતની આગેવાનીમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફી જીતે તો તેની સન્માનજનક વિદાય થઈ શકે.
ADVERTISEMENT
ભારતની જીતના આ રહ્યાં કારણો
19 ફેબ્રુઆરીથી શરુ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની જીતને લઈને એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારત આ વખતની ટ્રોફી જીતે તેવી પ્રબળ સંભાવના છે. કારણ કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચો પાકિસ્તાનમાં નહીં પરંતુ દુબઈમાં રમવાનું છે અને દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ભારત માટે ખૂબ અનૂકુળ રહ્યું છે. તે ઉપરાંત ગ્રુપ એમાં ભારતની સાથે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ છે જે બધા પર જીતનો ભારતનો રેકોર્ડ છે એટલે દેશોને કચડીને ભારત સેમી અને ફાઈનલમાં પહોંચી શકે છે.
ADVERTISEMENT
બધી મેચો એક જ જગ્યાએ રમવાનું લાભદાયી
ભારત તેની તમામ મેચો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવાનું છે જે એક મોટો પ્લસ પોઈન્ટ છે. ભારતની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે છે.
ફાઈનલમાં કોણ
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના ટકરાવાની શક્યતા દર્શાવાઈ છે. એટલે વનડે વર્લ્ડ કપની ફાઈનલ બાદ ફરી એક વાર બન્ને દેશો ફાઈનલમાં ટકરાઈ શકે છે. ગ્રુપ બીમાં મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયા છે.
છેલ્લે 2013માં ભારતે જીતી હતી ચેમ્પિયન્સ ટ્રોફી
છેલ્લે 2013માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 23 જુન 2013ના દિવસે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમાઈ હતી જેને ભારતે જીતી લીધી હતી ત્યાર પછી ભારત આ ટ્રોફી જીતી શક્યું નથી.
19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી
મિનિ વર્લ્ડ કપ તરીકે ઓળખાતી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં રમાશે. ભારતની તેની તમામ મેચ દુબઈમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત બાંગ્લાદેશ સામે 20 ફેબ્રુઆરીએ પહેલી મેચ રમશે.
ભારતે હજુ ટીમ જાહેર કરી નથી
ઉલ્લેખનીય છે ભારતે હજુ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર કરી નથી પરંતુ તે પહેલાં તેને માટે સારા સમાચાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.