અમદાવાદ / સિવિલ હોસ્પિટલમાં લાખોનાં ખર્ચે બૂમ બેરિયર લગાવ્યા પણ વાપરશે કોણ?

Who will use boom barriers in civil hospital at the expense of millions?

શહેરની સિવિલ હોસ્પિટલના કેમ્પસને જાહેર રોડ સમજી બેઠેલા વાહનચાલકો પર લગામ લગાવવા માટે હોસ્પિટલના તમામ ગેટ પર મૂકેલા બૂમબે‌રિયર આજે માત્ર શો-પીસ સમાન બની ગયા છે. અઢી વર્ષ પહેલાં મૂકેલા બૂમબે‌રિયરનો ઉપયોગ એક પણ દિવસ કરવામાં આવ્યો નથી, જેના કારણે ‌સિક્યો‌રિટી ગાર્ડને બેસવા માટેની કેબિન નકામી ચીજવસ્તુ મૂકવા માટેનો સ્ટોરરૂમ બની ગયો છે. કે‌બિનમાં લગાવેલા તાળા પર જામી ગયેલા કાટથી અંદાજ લગાવી શકાય છે કે છેલ્લાં બે-અઢી વર્ષથી તેનો ઉપયોગ થયો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ