મહામંથન / આ ભ્રષ્ટાચારથી બનેલા 'ખાડા'માંથી કોણ ઉગારશે?

અમદાવાદ.ગુજરાતનું સતત વિકસી રહેલું શહેર. જેની ખ્યાતિ દેશ અને વૈશ્વિક કક્ષાએ થતી આવી છે. ઐતિહાસીક ધરોહરનો વારસો હોય,વિકાસની વાત હોય,સ્માર્ટ સિટી તરફ હરણફાળ ભરવાની વાત હોય કે મેગા સિટી તરફ ડગલું માંડવાની વાત હોય. આ તમામ ક્ષેત્રે અમદાવાદ ગુજરાતના શહેરમાં અવ્વલ નંબરે આવે છે. પરંતુ વાત જ્યારે અમદાવાદની વાસ્તવિકતાની કરવામાં આવે ત્યારે એક અલગ જ ચિત્ર ઉભરી આવે છે. શહેરના રસ્તાઓની જ જો આપણે વાત કરીએ રસ્તાઓની હાલત એટલી બિસ્માર છે કે તેનાથી લોકોના જીવ પણ જઈ રહ્યા છે..જો કે તંત્ર સતત દાવો કરી રહ્યું છે કે શહેરમાં રસ્તાઓના સમારકામ સતત ચાલી રહ્યા છે. પરંતુ તંત્રના આ દાવાઓની રસ્તાઓ જ પોલ ખોલી રહ્યા છે. ત્યારે અહી સવાલ એ છે કે શું અહીં તંત્રની કોઈ જવાબદારી નથી બનતી?બિસ્માર રોડના કારણ લોકોના જીવ ગયા તેના માટે અંતે જવાબદાર કોણ? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ