Who will face Gujarat in the play-offs? See full timetable from qualifier to final
ક્રિકેટ /
પ્લે-ઓફમાં ગુજરાત સામે કોની થશે ટક્કર? જુઓ ક્વૉલિફાયરથી ફાઇનલ સુધીનું આખું ટાઈમટેબલ
Team VTV02:12 PM, 22 May 22
| Updated: 11:43 AM, 23 May 22
IPL 2022 માં 4 ટીમ પ્લે ઓફ માટે ફાઈનલ થઇ ચુકી છે હવે આવતા દિવસોમાં આ ટીમો વચ્ચે મેચ પરથી મળશે આ વર્ષની વિજેતા ટીમ, આ વર્ષનો ફાઈનલ મેચ ગુજરાતનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવાનો છે.
ગુજરાત ટાઇટન્સની અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પહેલો ક્વોલીફાયર મેચ
લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એલીમીનેટર મેચ
મુંબઈ એ મેચ જીતીને દિલ્હીનું એલીમીનેટરમાં પહોંચવાનું સપનું તોડ્યું
આ 4 ટીમ ટકરાશે આમને સામને
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની પ્લે-ઓફ માં રમવાવાળી 4 ટીમ ફાઈનલ થઇ ગઈ છે ક્વોલીફાયર 1 માં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ ટીમ સામ સામે રમશે. એલીમીનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રમશે. IPL નાં 69 માં મેચનાં પરિણામ બાદ આ 4 ટીમ પ્લે ઓફ માટે ફાઈનલ થઇ ગઈ છે ક્વોલીફાયર 1 અને એલીમીનેટર મેચ કલકત્તાનાં ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમ માં ક્રમશ 24 અને 25 મેનાં રમાશે.
નવી ટીમમાં મળ્યો નવો જોશ
IPL ની નવી ફ્રેન્ચાઇઝીમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ ટીમ પહેલી એવી ટીમ હતી જે પહેલા પ્લે ઓફમાં પહોચી હતી. તે પછીની બીજી ટીમ સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ હતી જે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજા નંબર ઉપર મોકલી દીધી હતી. કે એલ રાહુલની ટીમ લખનૌ સુપર જાયન્ટ એલીમીનેટર માં રમશે જયારે રાજસ્થાન રોયલ ક્વોલીફાયર 1 માં સ્થાન નોંધાવી લીધું છે
મુંબઈએ જીતાવ્યું બેંગ્લોરને
પાંચ વખત IPL ચેમ્પિયન રહેલ મુંબઈએ દિલ્હી કેપિટલ્સને હરાવીને દિલ્હી ટીમના પ્લે ઓફમાં જવાના સપનાને તોડી નાખ્યા હતા. મુંબઈની જીતથી હાલ RCB ને ફાયદો થયો છે. આ મેચમાં દિલ્હીને પ્લે ઓફમાં જવા માટે ખાલી મેચ જીતવો જરૂરી હતો જો મેચ જીતી ગયા હોત તો પ્લે ઓફમાં તેમની જગ્યા પાકી હતી. પરંતુ આ મેચમાં 5 વિકેટે પોતાની હાર થઇ હતી. RCB IPL માં આઠમી વખત પ્લે ઓફમાં પહોચી છે. હવે જોવાનું રહ્યું કે શું આ વખતે RCB ફાઈનલ સુધી પહોચીને આ વર્ષનો IPL ખિતાબ પોતાના નામે કરશે કે નહિ.
શું છે પ્લે ઓફ મેંચ
ટોપ 2 ટીમને ફાઈનલ સુધી પહોચવા માટે 2 મોકા મળે છે. આ બંને ટીમ વચ્ચે એક ક્વોલીફાયર મેચ રમવામાં આવે છે જેમાં જીતવા વાળી ટીમ ફાઈનલમાં પહોચે છે અને હારેલ ટીમને એક વધુ મોકો એટલે કે બીજો ક્વોલીફાયર રાઉન્ડમાં પહોચે છે. હવે જે ૩ અને 4 નંબરની ટીમ છે તેમના વચે એક એલીમીનેટર મેચ થાય છે હારવા વાળી ટીમ મુકાબલાની બહાર થાય છે અને જીતવા વાડી ટીમ પહેલા ક્વોલીફાયરમાં હારવાવાળી ટીમ સામેં મેચ થાય છે. જે આ મેચ જીતે એ છેલ્લે ફાઈનલમાં પહોચે છે.
ક્યારે છે આ બધા મેંચ
પહેલો ક્વોલીફાયર, મેચ 24 મે (કલકત્તા) - ગુજરાત ટાઇટન્સની સામે રાજસ્થાન રોયલ્સ
એલીમીનેટર, 25 મે (કલકત્તા)- લખનૌ સુપર જાયન્ટ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
બીજો ક્વોલીફાયર મેચ, 27 મે (અમદાવાદ) -એલીમીનેટરમાં વિજેતા થયેલ ટીમ સામે ક્વોલીફાયર મેચમાં હારેલ ટીમ
ફાઈનલ, 29 મે (અમદાવાદ) - પહેલા ક્વોલીફાયરમાં વિજેતા ટીમ અને બીજા ક્વોલીફાયરમાં વિજેતા ટીમ સામે થશે ટક્કર જે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે.