Monday, April 22, 2019

મહામંથન / ભાજપ-કોંગ્રેસમાં કોણ બનશે કિંગ?

ભાજપે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે....આજના ચૂંટણી ઢંઢેરામાં આમ જોવા જઈએ તો નવી કોઈ બાબત નથી પરંતુ મેનિફેસ્ટો જાહેર કરીને મોદી સરકારે દેશવાસીઓને ભરોસા વાળી સરકાર ચૂંટવાનો આડકતરો સંદેશો તો આપી જ દીધો છે....સરકારે મેનિફેસ્ટોને 130 કરોડ દેશવાસીઓનું વિઝન ડોક્યુમેન્ટ ગણાવ્યુ છે....અને જવાબદાર સરકાર કોને કહેવાય તે રજૂ કરવાનો પણ પ્રયાસ કર્યો....સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં 75 જેટલા સંકલ્પો રજૂ કર્યા છે...જેમાં રામ મંદિરના નિર્માણથી લઈને કશ્મીરમાં લાગુ કરાયેલી કલમ 370ને દૂર કરવાની કોશિસ કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે....જેને લઈને વિપક્ષે ઘેરવાની રાજનીતિ તો શરૂ કરી દીધી છે. મોદી સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ વખતનું નવું કહીએ તો નાના વેપારીઓ પર વધારે ભાર આપ્યો છે અને તેમના માટે પેન્શન યોજના લાગુ કરવાની પણ જાહેરાત કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે શું મોદી સરકારનો ચૂંટણી ઢંઢેરાના સહારે જીતશે....શું મોદી સરકાર પર દેશવાસીઓને વિશ્વાસ છે...શું આગામી ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ રહેશે .શું કોંગ્રેસને હારનો સ્વાદ ચાખવાનો વારો આવશે કે પછી ભાજપનું કમળ ખીલશે....આ સહિતના તમામ મુદ્દાઓ પર કરીશું આજનું મહામંથન મારી સાથે

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ