મહામંથન / મહારાષ્ટ્રનો નાથ કોણ? ભાજપ-શિવસેના પાસે શું છે વિકલ્પ?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામને 5 દિવસ વીતી ગયા, પણ મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે છે સસ્પેન્સ. તેનું કારણ છે શિવસેના અને ભાજપ વચ્ચેની મડાગાંઠ. ભાજપ અને શિવસેનાનો પેચ મુખ્યમંત્રી પદને લઇને ફસાયો છે. તો સાથે જ ભાજપને ઓછી બેઠક મળતા શિવસેનાને પ્રેશર બનાવવાની પૂરતી તક મળી છે. ઓછામાં પુરુ ભાજપે જ આપેલી ફોર્મ્યુલા 50:50 એટલે કે સત્તામાં સમાન રૂપથી જવાબદારીની ફોર્મ્યુલા. શિવસેના ભાજપ પાસેથી માત્ર ડેપ્યુટી CM પદ જ નહીં. પણ અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ પણ જોઇએ છીએ. જો કે ફડણવીસના CM પદ માટેના દાવાએ આજે આ ખેંચતાણમાં નવો વિવાદ સર્જ્યો છે. શિવસેના પણ ખુ્લ્લીને કહી રહી છે કે અમે અમારો હક મેળવીને રહીશું. ભાજપ તેનું વચન નિભાવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ