બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કોણ બનશે ટીમ ઇન્ડિયાનો હેડ કોચ? ડેડલાઇન ખતમ, ગંભીર મૌન, BCCI પાસે પણ અન્ય વિકલ્પ નહીં
Last Updated: 09:14 AM, 28 May 2024
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજી કરવાની સમયમર્યાદા સોમવારે પુરી થઈ ગઈ છે. ગૌતમ ગંભીરને આ પદના સૌથી પ્રબળ દાવેદાર જણાવવામાં આવી રહ્યા છે. પરંતુ ગંભીર અને BCCIએ આ વિશે કંઈ કહ્યું નથી. બોર્ડ અને ગૌતમ ગંભીરે તેના પર ચુપ્પી સાંધી છે. હાલ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપ બાદ પુરો થઈ રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ એક જૂનથી 29 જૂન સુધી વેસ્ટઈન્ડીઝ અને અમેરિકામાં રમાશે.
ADVERTISEMENT
BCCI પાસે કોઈ દમદાર વિકલ્પ નહીં
ADVERTISEMENT
કોલકાતા નાઈટરાઈડર્સને ત્રીજી આઈપીએલ ટ્રોફી અપાવનાર ગંભીરની દાવેદારી પ્રબળ થઈ ગઈ છે. બન્ને પક્ષોએ આ વિશે કંઈ કહ્યું નથી. લાગી રહ્યું છે કે બીસીસીઆઈના સામે કોઈ દમદાર વિકલ્પ નથી. માનવામાં આવી રહ્યું છે કે કોઈ મોટા વિદેશી નામે કોચ બનવાની ઈચ્છા વ્યક્ત નથી કરી.
બોર્ડ સચિવ જય શાહ પણ કહી ચુક્યા છે કે તેમને એવા ઉમેદવારની શોધ છે જે ભારતીય ક્રિકેટને સારી રીતે સમજતો હોય. BCCIની નજર VVS લક્ષ્મણ પર હતી પરંતુ તેમની રૂચી આ પદ માટે ઓછી દેખાઈ રહી છે. લક્ષ્મણ હાલ એનસીએના પ્રમુખ છે.
ADVERTISEMENT
બોર્ડના એક સૂત્રએ જણાવ્યું, "સમય મર્યાદા ઠીક છે પરંતુ બોર્ડ નિર્ણય લેતા પહેલા થોડો સમય લઈ શકે છે. આ સમય ટીમ ટી20 વિશ્વ કપની તૈયારીમાં વ્યસ્ત છે. તેના બાદ શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસ પર સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે અને એનસીએથી કોઈ સીનિયર કોચ ટીમની સાથે જઈ શકે છે. એવામાં ઉતાવળ ક્યાં છે."
ADVERTISEMENT
વધુ વાંચો: T20 વર્લ્ડકપ પહેલા સામે આવી મોટી અપડેટ, આખરે ઇજાગ્રસ્ત થયેલ ખેલાડી સ્વસ્થ થયો, થશે સામેલ
કેકેઆરના માલિક શાહરૂખ ખાનના ગંભીર સાથે સારા સંબંધ છે. એટલે કે તેમના માટે આઈપીએલ ટીમને છોડવી સરળ નહીં હોય. બીજુ એક કારણ એ પણ છે કે આ સમયે ન્યૂયોર્કમાં હાજર ભારતના સીનિયર ખેલાડીઓનું ગંભીરના કોચ બનવાની સંભાવના પર શું મંતવ્ય છે તેને પણ અવગણી ન શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.