બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / who will be the captain of ahmedabad team in IPL 2022

IPL 2022 / ગુજરાતીઓ માટે મોટા સમાચાર: ટીમ અમદાવાદના કેપ્ટન તરીકે આ 5 ખેલાડીઓના નામ ચર્ચામાં, જાણો વિગત

Kinjari

Last Updated: 09:33 AM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2022 ભારતમાં રમાવાની છે તેનું એલાન થઇ ગયા બાદ હવે મોટો પ્રશ્ન છે કે અમદાવાદની ટીમનો કેપ્ટન કોણ હશે? આ 5 ખેલાડીઓના નામ ખુબ ચર્ચામાં છે.

  • અમદાવાદની ટીમનો કોણ હશે કેપ્ટન?
  • આ 5 ખેલાડી પર ઉતરી શકે છે પસંદગી
  • CVC કેપિટલે 5166 કરોડમાં ખરીદી છે ટીમ

કોણે ખરીદી અમદાવાદની ટીમ
સીવીસી કેપિટલે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી લીધી હતી. હવે પ્રશ્ન તે છે કે અમદાવાદની ટીમનો કપ્તાન કોણ બનશે. તેવામાં આ 3 ખેલાડીઓના નામ સામે આવ્યા છે. 

ડેવિડ વૉર્નર
સનરાઇઝર્સ હૈદરાબાદ ડેવિડ વોર્નરની વિદાય નિશ્ચિત છે અને હવે કાંગારુ બેટ્સમેને પહેલેથી જ કહ્યું છે કે તેઓ ઓક્શન પૂલમાં હશે. આવી સ્થિતિમાં અમદાવાદની ટીમ તેને કેપ્ટનશિપની જવાબદારી આપવાનું વિચારી શકે છે. વોર્નરે અત્યાર સુધીમાં IPLમાં 41.59ની એવરેજ અને લગભગ 140ના સ્ટ્રાઈક રેટથી 5449 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 50 અર્ધશતક સામેલ છે. આઈપીએલ 2021માં SRH ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જેના કારણે વોર્નરને નુકસાન સહન કરવું પડ્યું હતું. પહેલા તેને સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો અને પછી તેને સતત પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો. હવે ઓસ્ટ્રેલિયન સ્ટાર નવી શરૂઆત કરવા માંગે છે.

આરોન ફિંચ
એરોન ફિન્ચ ટી-20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન છે, ફિન્ચના અનુભવને જોતા અમદાવાદની ફ્રેન્ચાઇઝી ચોક્કસપણે તેના પર નજર રાખશે. તેના નેતૃત્વ કૌશલ્યનો ટીમને ફાયદો થઈ શકે છે. ફિન્ચ વર્ષ 2020માં RCBનો હિસ્સો હતો પરંતુ 2021ની સિઝન પહેલા તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદની ટીમ ફિન્ચને પણ કેપ્ટન બનાવી શકે છે. 

KL રાહુલ
રાહુલ આવતી સિઝનમાં બીજી ટીમ સાથે જોડાઇ શકે છે અને તે પંજાબ કિંગ્ઝ છોડવાનું મન બનાવી રહ્યાં છે. તેવામાં અમદાવાદ ફ્રેન્ચાઇઝી તેના પર દાવ રમી શકે છે. તેનો રેકોર્ડ શાનદાર છે અને સાથે જ તે વિકેટકિપીંગની જવાબદારી પણ સંભાળી શકે છે. 

શ્રેયસ અય્યર

શ્રેયસ અય્યર આવતા વર્ષે બીજી કોઈ ટીમ માટે રમતા જોવા મળી શકે છે કારણ કે તે ટીમનું નેતૃત્વ કરવા માંગે છે, કારણ કે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝી ઋષભ પંતને કેપ્ટન તરીકે જાળવી રાખવાના મૂડમાં છે.આવી સ્થિતિમાં જો ઐય્યર હરાજી પૂલમાં આવે છે, તો પછી અમદાવાદની ટીમ તેના પર દાવ રમી શકે છે. ઐય્યરે વર્ષ 2020માં પોતાની કપ્તાની હેઠળ દિલ્હીની ટીમને પ્રથમ વખત IPLની ફાઇનલમાં પહોંચાડી હતી. જો અમદાવાદના માલિકો લાંબા ગાળાના ભારતીય કેપ્ટનની શોધમાં હોય, તો 26 વર્ષીય અય્યર યોગ્ય પસંદગી સાબિત થઈ શકે છે.

હાર્દિક પંડ્યા
મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થવાના સમાચાર બાદ હાર્દિક પંડ્યા અમદાવાદની ટીમ સાથે જોડાઈ શકે છે. હાર્દિક ગુજરાતના વડોદરા શહેરનો વતની છે, તેથી અમદાવાદની ફ્રેન્ચાઈઝી તેનો સમાવેશ કરીને તેના ચાહકોની સંખ્યા વધારવા માંગે છે અને તે જ સમયે તે ટીમને પણ મજબૂત બનાવશે. જો હાર્દિકને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવે તો કોઈને નવાઈ નહીં લાગે. હાર્દિકે IPL ઈતિહાસમાં 92 મેચ રમી છે જેમાં તેણે 27.33ની એવરેજ અને 153.91ની સ્ટ્રાઈક રેટથી 1476 રન બનાવ્યા છે. આ દરમિયાન હાર્દિકે 4 અડધી સદી પણ ફટકારી છે. તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 91 હતો. બોલિંગની વાત કરીએ તો તેણે 31.26ની એવરેજ અને 9.06ના ઈકોનોમી રેટથી 42 વિકેટ ઝડપી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ