બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Who were Ram-Bhima in the original life, from whom RRR was created; Abandoning Gandhiji's ideas started the 'rebellion'

મનોરંજન / અસલ જિંદગીમાં કોણ હતા રામ-ભીમ, જેમના પરથી બની RRR; ગાંધીજીના વિચારોને ત્યાગી શરૂ કર્યો હતો 'વિદ્રોહ'

Megha

Last Updated: 01:10 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'RRR' પાત્રો એ જીવન પર આધારિત છે જે વાસ્તવિક જીવનમાં 'હીરો' છે. અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ એ બે તેલુગુ સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો.

  • 'નાટુ-નાટુ' ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો
  • ખાસ હતી રાજામૌલીની ફિલ્મ 'RRR'
  • ફિલ્મ 'RRR'ના અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ કોણ હતા 

ફિલ્મ 'RRR'ના 'નાટુ-નાટુ' ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. છેલ્લી વખત બેસ્ટ ઓરિજિનલ સોંગ માટેનો ઓસ્કાર 2008માં ફિલ્મ 'સ્લમડોગ મિલિયનર'ના ગીત 'જય હો' માટે એઆર રહેમાને જીત્યો હતો. ભારતને 15 વર્ષ બાદ આ એવોર્ડ મળ્યો છે. જો કે 'જય હો' ગીતને ઓસ્કાર મળ્યો હતો પણ એ એક બ્રિટિશ ફિલ્મ હતી. આવી સ્થિતિમાં, 'નાટુ-નાટુ' ઓસ્કારમાં જનાર પહેલું ગીત છે જે હિન્દી ફિલ્મનું છે. આ ગીતને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળી ચૂક્યો છે. જણાવી દઈએ કે આ ગીત ગોલ્ડન ગ્લોબ જીતનાર પહેલું ભારતીય અને એશિયન ગીત પણ છે.

ખાસ હતી રાજામૌલીની ફિલ્મ 'RRR'
ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર દ્વારા ભારતનો સોનેરી ઈતિહાસ પણ બતાવ્યો હતો. 'RRR' પાત્રો એ જીવન પર આધારિત છે જે વાસ્તવિક જીવનમાં 'હીરો' છે. અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ એ બે તેલુગુ સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો. અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમથી પ્રેરિત થઈને ડિરેક્ટરે આ ફિલ્મ બનાવી છે. ફિલ્મના બે વાસ્તવિક જીવનના હીરો એટલે કે અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ કોણ હતા ચાલો જાણીએ.. 

કોણ હતા અલ્લુરી સીતારામ રાજુ
રામ ચરણે એસએસ રાજામૌલીની ફિલ્મમાં અલ્લુરી સીતારામ રાજુનું પાત્ર ભજવ્યું હતું . જણાવી દઈએ કે સીતારામ રાજુ 18 વર્ષની ઉંમરે સાધુ બન્યા હતા અમને મોહ-માયાનો ત્યાગ કર્યો હતો. આ સાથે જ એમને બનારસથી નેપાળ સુધી ઘણી જગ્યાએ યાત્રા કરી હતી અને તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત હતા. આ સાથે જ એમને તેમના વિચારોને અનુસર્યા હતા પણ થોડા સમય પછી તેમણે મહાત્મા ગાંધીના વિચારો છોડી દીધા અને લશ્કરી સંગઠનની સ્થાપના કરી હતી. 

એ સમયે એમને એક ક્રાંતિકારી ચળવળ બનાવી હતી જેમાં તેમને પ્રાદેશિક લોકોનું સંપૂર્ણ સમર્થન મળ્યું હતું સાથે જ એમની સથીવ લોકો હાજર હતા જે એમની માટે જીવ ગુમાવવા પણ તૈયાર હતા. અલ્લુરી સીતારામ રાજુ જાણતો હતો કે અંગ્રેજો સાથે ધનુષ અને તીર ચલાવવું શક્ય નથી એટલા માટે એમને લૂંટ કરીને પૈસા ભેગા કર્યા અને પછી તેમાંથી શસ્ત્રો ખરીદ્યા હતા અને અલ્લુરી સીતારામ રાજુ અંગ્રેજો સામે લડવા નીકળ્યા હતા. 

કહેવાય છે કે તેણે ઘણી યાતનાઓ સહન કરી, પરંતુ ક્યારેય ઝૂક્યા નહીં. ક્યારેય માથું નમાવ્યું નહતું. વર્ષ 1924માં બ્રિટિશ સૈનિકોએ તેમને ઝાડ સાથે બાંધી દીધા હતા અને એ બાદ એમના પર ગોળીઓ ચલાવી હતી. આ રીતે તેઓ શાહિદ થાય હતા. 

કોમારામ ભીમ કોણ હતા
અલ્લુરી સીતારામ રાજુની જેમ, એસએસ રાજામૌલીએ પણ તેમની આગામી ફિલ્મ RRRમાં કોમારામ ભીમનું પાત્ર દર્શાવ્યું હતું. જણાવી દઈએ કે ભીમનો જન્મ 1900માં આદિલાબાદના સાંકેપલ્લીમાં થયો હતો. કોમારામ ભીમ ગોંડ સમુદાયના હતા. જુનિયર એનટીઆર ફિલ્મમાં કોમારામ ભીમનું પાત્ર ભજવ્યું હતું  આજે પણ લોકો કોમારામ ભીમની પૂજા કરે છે. 

આ તે સમયની વાત છે જ્યારે માત્ર જમીન જ નહીં પરંતુ નદીઓ અને જંગલો પર પણ અંગ્રેજોનું શાસન હતું. નિઝામ નિર્દોષ આદિવાસીઓ પર અત્યાચાર ગુજારતો હતો. તેને પાકની આવક પર ભારે ટેક્સ લાદ્યો હતો જેના કારણે ગરીબો માટે જીવવું મુશ્કેલ બન્યું હતું. કોમારામ ભીમ બાળપણથી જ નક્કી હતા કે તેઓ આ અન્યાયને હરાવી દેશે અને હૈદરાબાદની આઝાદી માટે અસફ જાહી વંશ સામે બળવો શરૂ કર્યો. કોમારામ ભીમના જીવનનો હેતુ પણ ગુલામીની સાંકળોમાં જકડાયેલી ભારત માતાને આઝાદી અપાવવાનો હતો. કોમારામ ભીમે હૈદરાબાદની આઝાદી માટે અસફ જાહી વંશ સામે બળવાને આગ ચાંપી અને લાંબા સમય સુધી લડ્યા. તેમણે તેમના જીવનનો મોટો ભાગ અહીં-ત્યાં જંગલોમાં રાજવંશ સામે લડવામાં વિતાવ્યું હતું. 

ધીરે ધીરે તે આદિવાસીઓનો 'ભગવાન' બની ગયો હતો. તેમણે 'જલ, જંગલ ઔર જમીન'નો નારો પણ આપ્યો હતો. તેણે નિઝામો વિરુદ્ધ અભિયાન ચાલુ રાખ્યું, પરંતુ એક દિવસ તેને છેતરીને મારી નાખવામાં આવ્યા હતા પણ તે આદિવાસીઓના હૃદયમાં હંમેશ માટે જીવંત રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Oscars 2023 RRR film અલ્લુરી સીતારામ રાજુ કોમારામ ભીમ RRR film
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ