મહામંથન / અનલૉકમાં કોને થયું નુકસાન અને કોને ફાયદો?

દેશમાં લોકડાઉનના તબક્કા પૂર્ણ થયા બાદ અનલોક 1 અને 2 લોકો માટે થોડી રાહત લઈને આવ્યુ. પરંતુ લોકડાઉન બાદ અનલોકમાં પણ અર્થતંત્રની ગાડી પાટા પાર ચઢી નથી. ધંધા રોજગાર માટે ગાઈડલાઈન બનાવાઈ અને તેનું પાલન પણ કરાવાયું અને રોજગારી શરૂ કરાઈ. પરંતુ હજુ પણ ઔદ્યૌગિક એકમો હોય, નાના દુકાનદારો હોય, કારખાનેદાર હોય કે પછી હોય નાના મોટા વેપારી. તમામ લોકોની આવક પણ બ્રેક લાગી ગઈ છે. મોટાભાગના લોકોના મતે પહેલા જેવી આવક નથી. અથવા તો નફામાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રોજગારી હતી તેની પણ રોજગારી છિનવાઈ ગઈ. તો જે લોકો પાસે બાંધેલા વેપાર હતા તે પણ જાણે પડી ભાંગ્યા છે. ધીરે ધીરે અર્થતંત્ર પાટા પર લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.પરંતુ અહીં કેટલાક સવાલ એ પણ છે કે લોકડાઉનનો માર હજુ પણ છે. શું અર્થતંત્ર અનલોક થઈ જશે. રોજગારીની ગાડી ક્યારે પાટા પર આવશે. રોજગારી અનલોક ક્યારે થશે. આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x