બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 03:59 PM, 21 March 2020
ADVERTISEMENT
યુવાનોએ ખાસ કરીને વૃદ્ધો અને કમજોર લોકોથી દૂર રહેવું જોઇએ. ડબલ્યૂએચઓના ડાયરેક્ટર જનરલે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની જાણકારી આપતા કહ્યું કે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 2,10,000થી વધારે લોકોમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી અત્યાર સુધીમાં 9,000 થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. ડબલ્યૂએચઓનું કહેવું છે કે દરેક દિવસ નવો પડકાર લઇને આવી રહ્યો છે.
ADVERTISEMENT
કોરોના સૌથી વધારે વૃદ્ધ લોકો માટે મોટી સમસ્યા બની રહ્યો છે. દુનિયાના ઘણા દેશોથી કોરોના વાયરસથી ગ્રસ્ત લોકોના ડાટા લેવામાં આવી રહ્યા છે. ડબલ્યૂએચઓનું કહેવું છે કે લગભગ તમામ ડાટામાં 50 વર્ષથી ઓછી ઉંમર વાળા લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
ડબલ્યૂએચઓના ડાયરેક્ટર જનરલે યુવાનોએ સંદેશ આપતા કહ્યું કે આ વાયરસની ઝપેટમાં આવીને યુવાનોના જીવને પણ ખતરો હોઇ શકે છે. તેઓએ જાણકારી આપી છે કે વાયરસનું કેન્દ્ર બિંદૂ વુહાન શહેરથી કોઇ નવો કેસ સામે આવ્યો નથી.
ડબલ્યૂએચઓ જણાવ્યું કે કોરોના વાયરસથી દુનિયામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ટેસ્ટ લેબમાં વૈશ્વિક અછત સર્જાઇ છે. જોકે, ચીને જરુરી સામાનની સપ્લાઇ પર સહમતિ દર્શાવી છે. ડબલ્યૂએચઓએ જાણકારી આપી કે સપ્લાઇની તમામ તૈયારી ચાલી રહી છે અને દુબઇના ભંડાર ગ્રહમાં આ સામાનોની સપ્લાઇ કરવામાં આવશે. ડબલ્યૂએચઓએ અત્યાર સુધીમાં 15 લાખ ટેસ્ટ લેબ વેચી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.