બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ભારતની 'દીકરી'ના જબરા નસીબ! 'જમાઈ' બન્યાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, જાણો કોણ છે?

અમેરિકી પ્રેસિડન્ટ ચૂંટણી / ભારતની 'દીકરી'ના જબરા નસીબ! 'જમાઈ' બન્યાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, જાણો કોણ છે?

Last Updated: 06:36 PM, 6 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના નવા ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસની પત્ની ઉષા વેંસ ભારતીય મૂળના છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ પર જીત નોંધાવી છે. આ જીત સાથે જ ટ્રમ્પ અને તેમના સહયોગીઓ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા છે. આ ઉપરાંત અમેરિકામાં વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સનું નામ પણ ખૂબ ચર્ચામાં છે.

કોણ છે ઉષા વેંસ

જેમ કમલા હેરિસનો સંબંધ ભારત સાથે છે. એ જ રીતે, જેડી વેન્સના પણ ભારત સાથે ઊંડા સંબંધો છે. જેડી વાંસની પત્ની ઉષા વાંસ ભારતીય મૂળની છે. અને આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ચર્ચા પણ થઈ રહી છે. ભારતીય મૂળની ઉષા વાંસ અમેરિકામાં વકીલ તરીકે કામ કરે છે. ઉષા વાંસનું પૂરું નામ ઉષા ચિલકુરી વાન્સ છે. 80 ના દાયકામાં, તેમનો પરિવાર ભારતના આંધ્ર પ્રદેશથી આવ્યો અને કેલિફોર્નિયાના સાન ડિએગો શહેરમાં સ્થાયી થયો. ઉષાનો જન્મ પણ કેલિફોર્નિયામાં થયો હતો. તેના પિતા મિકેનિકલ એન્જિનિયર છે અને માતા બાયોલોજીસ્ટ છે. ઉષાએ તેનું પ્રારંભિક શિક્ષણ માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાંથી કર્યું હતું અને 2007માં યેલ યુનિવર્સિટીમાંથી ઈતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આ પછી, તેણે યેલ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો, વર્ષ 2013માં તેણે યેલ લો સ્કૂલમાંથી ડોક્ટર ઓફ લોની ડિગ્રી મેળવી.

યુનિ.ભણતાં પ્રેમમાં પડીને કર્યાં લગ્ન

યુનિવર્સિટીમાં જ કાયદાનો અભ્યાસ કરતી વખતે ઉષા જેડી વેન્સને મળ્યાં હતા અને પ્રેમમાં પડ્યાં હતા આ પછી 2014માં તેમણે કેન્ટુકીમાં લગ્ન કરી લીધાં હતા. ઉષા અને જેડી વાન્સને ત્રણ બાળકો છે. હાલમાં તે સિનસિનાટીમાં રહે છે. ઉષા હિંદુ ધર્મમાં માને છે જ્યારે પતિ જેડી વેંસ રોમન કેથોલિક છે જોકે બન્નેના વિચારો મળતાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US president election Usha Vance America Election Results
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ