બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / કોણ છે આ બિઝનેસમેન? જેને એક જ દિવસમાં ગુમાવ્યા 46485 કરોડ, જે કરે છે રોજનું 6 કરોડનું દાન!
Last Updated: 01:12 PM, 15 January 2025
દેશમાં મુકેશ અંબાણીથી લઈને કુમાર મંગલમ બિરલા સુધી અનેક અબજોપતિઓ છે. આ અબજોપતિઓ સમાજમાં સતત દાન પણ કરતા રહે છે. તાજેતરમાં HCLના ચેરમેન શિવ નાડારનું નામ સૌથી વધુ દાન આપનારાઓની યાદીમાં ટોપ પર હતું. દેશના તમામ અબજોપતિઓ પાસે આઇટી, પોર્ટ અને ટેલિકોમ જેવા વિવિધ સેક્ટરમાં કામ કરતી કંપનીઓ છે. પરંતુ ક્યારેક તેમને મોટું નુકસાન પણ વેઠવું કરવું પડે છે. આ નફા-નુકસાનનો આ ખેલ ફક્ત થોડા કલાકનો જ હોય છે.
ADVERTISEMENT
મંગળવારે ભારતીય શેરબજારમાં એક ભારતીય અબજોપતિને 46,485 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન એટલા માટે થયું કેમ કે તેમની કંપનીના શેરના ભાવમાં 9%નો ઘટાડો થયો. મંગળવારે જે અબજોપતિને આટલું મોટું નુકસાન થયું તેમનું નામ શિવ નાડાર છે, તે આઇટી કંપની એચસીએલ ટેકનોલોજીના માલિક છે. કંપની દ્વારા ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા બાદ HCL ટેકના માર્કેટ કેપમાં ઘટાડો થયો છે. HCLના પરિણામો રોકાણકારોને વધુ ઉત્સાહિત કરી શક્યા નથી અને શેરનું વેચાણ શરૂ થઈ ગયું છે.
ADVERTISEMENT
BSE પર મંગળવારે HCLના શેર 8.63 ટકા ઘટીને 1,813.95 રૂપિયા પર બંધ થયા. HCLના શેર બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં સૌથી વધુ ઘટ્યા હતા. ટ્રેડિંગ સેશન દરમિયાન એક સમયે BSE પર શેર 9.41 ટકા ઘટીને 1,798.40 રૂપિયા પર આવી ગયા હતા. NSE નિફ્ટી પર શેર 8.51 ટકા ઘટીને 1,819.95 રૂપિયા પ્રતિ શેર થયા હતા. 14 જાન્યુઆરીના રોજ બંધ થયેલા ટ્રેડિંગ સેશનમાં HCLનું માર્કેટ કેપ ઘટીને 4,92,245 રૂપિયા કરોડ થયું. HCLના માર્કેટ કેપમાં ભારે ઘટાડો થવા છતા ફોર્બ્સ મુજબ શિવ નાડારની સંપત્તિ US$39.4 બિલિયન (રૂપિયા 340793 કરોડ) છે.
ઉલ્લેખનીય છે કે HCL ટેકનોલોજી દેશની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપનીઓમાંની એક છે. આ સિવાય શિવ નાડાર દેશના સૌથી મોટા દાનદાતા પણ છે. એડલગિવ-હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2024 મુજબ 79 વર્ષીય ઉદ્યોગપતિએ વર્ષ 2024માં 2,153 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તે મુજબ તેમને દરરોજ લગભગ 5.9 કરોડ રૂપિયાનું દાન કર્યું કહેવાય. આ યાદી નવેમ્બર 2024માં બહાર પાડવામાં આવી હતી. શિવ નાડાર છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ વખત દેશના સૌથી મોટા દાનવીર રહ્યા છે.
HCL ટેક્નોલોજીના શેરનો 52 અઠવાડિયાનું હાઈ લેવલ 2011 રૂપિયા છે અને લો લેવલ 1235 રૂપિયા છે. મંગળવારે આ શેર 1813.95 રૂપિયા પર બંધ થયો. બુધવારે આ શેરમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે સવારે શેરમાં થોડા વધારા બાદ HCLનું માર્કેટ કેપ વધીને 4,92,475 કરોડ રૂપિયા થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.