Sports / છોકરી જેવા લાંબા વાળ ધરાવતો આ શખ્સ ટીમ ઇન્ડિયામાં શું કરે છે?

Who is the guy with long hair in team india

ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમની સાથે છોકરી જેવા લાંબા વાળ ધરાવતો એક શખ્સ નજરે પડી રહ્યો છે. ચાહકોમાં ચર્ચા શરૂ થઈ કે આખરે આ છે કોણ? આ શખ્સનું નામ છે દયાનંદ ગરાની. 28 વર્ષીય દયાનંદને થ્રો-ડાઉન એક્સ્પર્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એક સમયે પોલીસ વોલન્ટિયર તરીકે કોલકાતાના રસ્તા પર ટ્રાફિકનું સંચાલન કરતા દયાનંદ ગરાનીએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા બેટ્સમેન તેની સામે ઊભા રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ