બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Who is Sukhdev Singh Gogamedi, over whose murder Rajasthan is in turmoil

Sukhdev Singh Murder / ભણશાળીને થપ્પડ મારી, 3 પત્નીઓ રાખી, જાણો કોણ છે સુખદેવસિંહ ગોગામેડી, હત્યાથી ઉકળ્યું રાજસ્થાન

Hiralal

Last Updated: 06:27 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના જયપુરમાં જેમની હત્યા થઈ છે તે રાષ્ટ્રીય કરણી સેનાના નેશનલ પ્રેસિડન્ટ સુખદેવસિંહ ગોગામેડી સાથે અનેક વિવાદો જોડાયેલા છે.

  • જયપુરમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યાથી ઉકળ્યું રાજસ્થાન
  • સુખદેવસિંહ ગોગામેડી રાષ્ટ્રીય કરણી સેનાના નેશનલ પ્રેસિડન્ટ હતા
  • પદ્માવત ફિલ્મના શૂટિંગ વખતે ડિરેક્ટ સંજય લીલા ભણશાળીને થપ્પડ મારી હતી
  • જે મકાનમાં રહેતા હતા તે પણ પચાવી પાડ્યું હોવાના આરોપ 

જયપુરમાં રવિવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની 3 બદમાશોએ તેમના ઘરમાં જ તેમની હત્યા કરી નાખી હતી. ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાન ઉકળ્યું છે અને ઠેર ઠેર વિરોધ યોજાઈ રહ્યાં છે. સુખદેવસિંહ ગોગામેડી સાથે અનેક વિવાદો જોડાયેલા છે. પહેલી વાર પદ્માવત ફિલ્મનો વિરોધ કરીને તેઓ ચર્ચામાં આવ્યાં હતા.  ગુનાહિત ઘટનાઓમાં સંડોવણી બદલ ગોગામેડીને કરણી સેના દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. આ પછી તેમણે રાજપૂત રાષ્ટ્રીય કરણી સેનાની રચના કરી હતી. હાલ જે ઘરમાં તેમની હત્યા કરવામાં આવી હતી તે ઘરમાં ગોગામેડીએ બળજબરીથી કબજો કરી લીધો હતો. ગોગામેડીએ ત્રણ લગ્ન કર્યા હતા. ગોગામેડીને તેની પત્નીઓ સાથે વિવાદ હતો. તેની બંને પત્નીઓ પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર ઝગડો જાહેર કરતી હતી. 

બીજા કયા વિવાદમાં હતા સુખદેવસિંહ 
ગોગામેડી ભાદરા વિધાનસભા સીટથી બહુજન સમાજ પાર્ટી (બસપા)ની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ભાજપ સાથે હતા ત્યારે આ વખતે તેઓ મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના સાથી ધર્મેન્દ્ર રાઠોડ સાથે રહ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, હનુમાનગઢ જિલ્લામાં કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટમાંથી ભાગ્યાં ત્યારે પણ તેની ખૂબ ચર્ચા થઈ હતી. એક સ્ટિંગ ઓપરેશનમાં પદ્માવતી ફિલ્મની રિલીઝના બદલામાં પૈસાની માગણી કરતી ઝડપાઈ હતી.

ગોગામેડીની હત્યાથી રાજસ્થાનમાં ચકચાર 
રાજસ્થાાનમાં નવી સરકારની રચનાના મનોમંથનની વચ્ચે જ એક મોટી હત્યાથી સનસનાટી મચી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની રાજધાની જયપુરમાં આજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્કૂટી પર આવેલા 3 બદમાશો મળવાને બહાને સુખદેવસિંહના ઘેર આવ્યાં હતા અને તેમની સાથે સોફા પર બેસીને 10 મિનિટ સુધી વાતો કરી હતી ત્યારે બાદ 2 જણાએ ઉઠીને સુખદેવસિંહ અને તેમના ગનમેન પર 12થી વધુ ગોળીઓ ચલાવી હતી જેમાં સુખદેવસિંહ સોફા પર ઢળી પડ્યાં હતા અને ત્યાં જ તેમનું મોત થયું હતું. હુમલા બાદ સુખદેવસિંહને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ મૃત જાહેર કરાયા હતા. સુખદેવ સિંહ પર ફાયરિંગની માહિતી મળતા જ સમગ્ર પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. 

શું બોલ્યાં જયપુરના પોલીસ કમિશનર  
જયપુરના પોલીસ કમિશનર બીજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું હતું કે હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે. આ ક્રોસ ફાયરમાં એક હુમલાખોર જયપુરના શાહપુરાનો રહેવાસી અને કાપડની દુકાન ચલાવતો નવીનસિંહ શેખાવત માર્યો ગયો હતો. બાકીના બે હુમલાખોરો સ્કૂટી ઝૂંટવીને ભાગી ગયા છે. સુરક્ષા ગાર્ડ સાથે વાત કર્યા બાદ હુમલાખોરો અંદર ગયા હતા. સવારે ગોગામેડીના કહેવાથી જ તેમને બોલાવવામાં આવ્યા હતા. હુમલાખોરો ગોગામડી સાથે વાત કરી રહ્યા હતા અને તરત તાબડતોબ ગોળીબાર કરીને તેમને ઠાર માર્યાં હતા. 

ગોગામેડીની હત્યાનો વીડિયો સામે આવ્યો
ગોગામેડીની હત્યાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ તેમના ઘરમાં સોફા પર બેસીને 3 શખ્સો સાથે વાત કરી રહ્યાં છે અને આ દરમિયાન અચાનક બે શખ્સો ઉઠીને પિસ્તોલથી સુખદેવસિંહ અને તેમના ગનર પર ગોળીબાર કરવા લાગ્યાં હતા. સુખદેવસિંહ પર 12થી વધુ ગોળીઓ છોડતાં તેઓ સોફા પર ઢળી પડ્યાં હતા. 

રોહિત ગોદરા ગેંગે લીધી જવાબદારી
રોહિત ગોદરા ગેંગે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે. આ ગેંગ લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે સંકળાયેલી છે. રોહિત ગોદરાએ પણ થોડા મહિના પહેલા દુબઇના નંબરથી ગોગામેડીને ધમકી આપી હતી. રોહિત ગોડારા એક કુખ્યાત ગેંગસ્ટર છે જે હાલ ભારતથી ફરાર છે. એનઆઈએ તેની તપાસ કરી રહી છે.
ગોદરાએ લખ્યું, "રામ રામ બધા ભાઈઓને. હું, રોહિત ગોદરા કપૂરીસર, ગોલ્ડી બ્રાર, આજે જે હત્યા થઈ છે તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. અમે આ ખૂન કર્યું છે. ભાઈઓ, હું તમને કહેવા માંગુ છું કે તે આપણા દુશ્મનોને મળી રહ્યો હતો અને તેમને ટેકો આપી રહ્યો હતો. હું તેમને મજબૂત કરવાનું કામ કરી રહ્યો હતો. આપણા દુશ્મનોની વાત કરીએ તો, તેઓએ તેમના પૈસા તેમના ઘરના દરવાજા પર તૈયાર રાખવા જોઈએ, તેઓ પણ ટૂંક સમયમાં જ તેમને મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Sukhdev Singh Gogamedi Sukhdev Singh Gogamedi killing Sukhdev Singh Gogamedi murder sukhdev Singh Gogamedi Shot Dead સુખદેવસિંહ ગોગામેડી મર્ડર Sukhdev Singh Murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ