બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતમાં જન્મ, USમાં એન્જિનિયર... કોણ છે સૌરભ નેત્રવલકર? જેને રોહિત-વિરાટને કર્યા પવેલિયન ભેગાં
Last Updated: 11:50 AM, 13 June 2024
T20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચ ભારત અને અમેરિકા વચ્ચે રમાઈ હતી અને આ મેચમાં ભારતીય ટીમે 7 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં પ્રવેશ કર્યો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા અમેરિકાએ 110 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનિંગ કરવા આવેલા વિરાટ કોહલી મેચમાં એક બોલ રમતા ગોલ્ડન ડકનો શિકાર બન્યા હતા.
ADVERTISEMENT
Saurabh Netravalkar gets Virat Kohli & Rohit Sharma in the space of 7 balls 🤯
— Johns. (@CricCrazyJohns) June 12, 2024
- Indian U-19 player, moved to USA, Working in Oracle & taking two biggest Superstars in the biggest stage. A story to remember in Cricket history. pic.twitter.com/kFh9epuEhz
ADVERTISEMENT
ભારત અને અમેરિકાની આ મેચમાં અમેરિકન બોલર સૌરભ નેત્રાવલકરે વિરાટ કોહલી અને રોહિત શર્માની વિકેટ લઈને હાલ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે સૌરભ નેત્રાવલકર કોણ છે.. તો જણાવી દઈએ કે સૌરભનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેણે ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ રમ્યો હતો.
16 ઓક્ટોબર 1991ના રોજ મુંબઈમાં જન્મેલા સૌરભ નેત્રાવલકરે આઈસીસી અંડર 19 મેન્સ વર્લ્ડ કપ 2010માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ ભારતમાં તેને વધુ તક મળી ન હતી. નેત્રાવલકર ન્યૂયોર્કની કોર્નેલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે 2015માં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા ગયો હતો જ્યાં તેને સાન ફ્રાન્સિસ્કોમાં સારી નોકરી મળી.
સાથે જ સૌરભ ભારતમાં હતો ત્યારે કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ અને સંદીપ શર્મા સાથે પણ ઘણા મેચ રમ્યો છે. યુએસ ગયા બાદ સૌરભ નેત્રાવલકરે નોકરીની સાથે તેમના ક્રિકેટના સપના પણ પૂરા કર્યા. તે પહેલા ક્લબ ક્રિકેટ રમતો હતો અને વર્ષ 2019માં તેણે યુએસએ માટે ડેબ્યૂ કર્યું હતું.
This is Saurabh Naresh Netravalkar's tournament - Rohit Sharma after Virat Kohli 🔥
— ESPNcricinfo (@ESPNcricinfo) June 12, 2024
LIVE: https://t.co/hHYLQqAZKn | #INDvUSA | #T20WorldCup pic.twitter.com/sfvwkSsDeS
સૌરભ નેત્રાવાલરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વર્ષ 2015માં તેઓ મુખ્યત્વે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કરવા માટે અમેરિકા ગયો હતો અને તેને કલ્પના પણ નહોતી કે તે ક્યારેય ક્રિકેટ રમશે. જ્યારે તેણે કેલિફોર્નિયામાં ક્લબ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે તેનું જીવન બદલાઈ ગયું.
પાકિસ્તાન સામેની મેચમાં કર્યો હતો કમાલ
T20 વર્લ્ડ કપની પોતાની ડેબ્યૂ મેચમાં તેણે કેનેડા સામે 2 ઓવરમાં 16 રન આપ્યા હતા. અમેરિકા આ મેચ જીતી ગયું પરંતુ સૌરભનું સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી હતું. ગઇકાલની મેચમાં વિરાટ અને રોહિતની વિકેટ લેતા પહેલા તેને પાકિસ્તાન સામેની મેચમાં સુપર ઓવરમાં અદ્ભુત બોલિંગ કરી અને સુપર ઓવરમાં તેણે મોહમ્મદ રિઝવાન અને ઈફ્તિખાર અહેમદની વિકેટ લઈને અમેરિકાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.