નર્મદા કેનાલોમાં ગાબડા પડવાનો સિલસીલો યથાવત, ખેડૂતોના નુકસાન માટે જવાબદાર કોણ?

By : vishal 03:18 PM, 13 September 2018 | Updated : 03:18 PM, 13 September 2018
બનાસકાંઠા જિલ્લાના અનેક ગામડાઓમાં નર્મદાની કેનાલમાં વારંવાર ગાબડા પડી રહ્યા છે. છતાં સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. ત્યારે વાવની ચોથારસેનડા ડીસ્ટ્રીબ્યુટર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડયું હોવાનું સામે આવ્યું છે.

ટડાવ ગામની સીમમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને જુવારના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું. ગાબડું પડવાના લીધે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. હલકી ગુણવતાની કામગીરીના લીધે ગાબડા પડી રહ્યાનો આક્ષેપ થયો છે.

બનાસકાંઠામાં ગયા વર્ષે વરસાદે તબાહી મચાવી હતી જ્યારે વર્ષે જીલ્લામાં દુકાળ જેવુ છે. જ્યારે વરંવાર આમ કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. વરંવાર ગાબડાં પડવા છતાં તંત્ર દ્વારા કોઇ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story