બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કોણ છે દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા? 5 પ્લસ પોઈન્ટ, જેનાથી બન્યાં ભાજપની પહેલી પસંદ
Last Updated: 08:31 PM, 19 February 2025
દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના 5 એવા પ્લસ પોઈન્ટ છે જેને કારણે તેઓ ભાજપની સીએમની પહેલી પસંદગી બન્યાં છે.
ADVERTISEMENT
#WATCH | BJP MLA elect Rekha Gupta to become the CM of Delhi; visuals of celebrations from outside her residence. pic.twitter.com/C6FeRy9JMw
— ANI (@ANI) February 19, 2025
આ રહ્યાં પાંચ પ્લસ પોઈન્ટ
ADVERTISEMENT
(1) આરએસએસે રેખા ગુપ્તાને સીએમ બનાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ભાજપે સ્વીકારી લીધો, તેઓ સંઘના જુના કાર્યકર છે, સંઘની નજીક હોવું એ તેમનો પહેલો પ્લસ પોઈન્ટ છે.
(2) રેખા ગુપ્તા વૈશ્ય સમાજના છે અને દિલ્હીમાં વૈશ્ય સમાજની ઘણી વસતી છે્, તેથી ભાજપે સમાજને સાધવાની કોશિશ કરી છે.
(3) રેખા ગુપ્તાને દક્ષિણ દિલ્હીનો ઘણો અનુભવ છે તેઓ દિલ્હીના મેયર રહી ચૂક્યાં છે અને હાલમાં દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ અને મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છે.
(4) હાલમાં ભાજપ શાસિત રાજ્યોના કોઈ મહિલા સીએમ નથી, તેથી દિલ્હીમાં પહેલા મહિલા સીએમ બનાવાયાં છે.
(5) રેખા ગુપ્તા પીએમ મોદી અને અમિત શાહની ગુડ બુકમાં છે. પીએમ મોદી અને શાહે એવા નેતાને ગાદી સોંપી છે કે જેઓ બૂથ લેવલેથી આવ્યા હોય.
#WATCH | BJP leaders celebrate the election of MLA Rekha Gupta as the new Chief Minister of Delhi pic.twitter.com/6YW7dcDCDe
— ANI (@ANI) February 19, 2025
ભાજપે જાહેર કર્યાં સીએમ
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે રેખા ગુપ્તાના નામનો પ્રસ્તાવ મૂકાયો હતો જેને સર્વસંમતિથી વધાવી લેવાયો હતો.
કાલે 12.35 વાગ્યે લેશે શપથ
નવા સીએમ અને તેમની ટીમ 20 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ લેશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ
દિલ્હી વિધાનસભાની તાજેતરમાં થયેલી ચૂંટણીમાં ભાજપને 48 તો આમ આદમી પાર્ટીને 22 બેઠકો મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.