બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Who is Kavya Maran? All you need to know about SunRisers Hyderabad CEO amid IPL Auction 2024

IPLમાં કાવ્યાની કમાલ / SRHની 'રુપકડી માલકણે' ચોંકાવ્યાં, 34 કરોડ લઈને આવી, એકલા કમિન્સ પર લૂંટાવ્યાં 20 કરોડ, અદ્દભુત કારણ

Hiralal

Last Updated: 07:39 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનરાઈઝર્સ હૈદરાબાદની માલકણ કાવ્યા મારન આઈપીએલની હરાજીમાં 34 કરોડ લઈને બેઠી હતી પરંતુ તેણે એકલા પેટ કમિન્સ પર 20 કરોડથી વધુ ખર્ચી નાખ્યાં.

  • આઈપીએલ હરાજીમાં ચર્ચાસ્પદ બની સનરાઈઝર્સ હૈદરાબાદની નાની માલકણ કાવ્યા મારન
  • કાવ્યા મારન 34 કરોડ લઈને હરાજીમાં બેઠી હતી
  • 20 કરોડ તો એકલા ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ પર લૂંટાવ્યાં 

ગઈકાલે દુબઈમાં આયોજિત 2024ની આઈપીએલમાં એક ચર્ચાસ્પદ ઘટના બની હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની યુવા માલકણ કાવ્યા મારન પાસે ખેલાડીઓને ખરીદવા માટે 34 કરોડનું બજેટ હતું પરંતુ કાવ્યાએ ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ પર 20 કરોડથી વધારે ઉડાવી દીધાં હતા. એકલા પેટ કમિન્સ પર 20 કરોડથી વધારે લૂંટાવાનો કાવ્યાનો નિર્ણય ઘણો ચોંકાવનારો છે લોકોના મનમાં એક જ સવાલ છે કે આખરે નાના બજેટમાં એકલા ખેલાડી પર કરોડો રુપિયા કેવી લૂંટાવી દીધાં. 

કમિન્સે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતાડ્યો તે કારણ હોઈ શકે
કદાચ પેટ કમિન્સે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતાડ્યો તે કારણ હોઈ શકે. નહીંતર આમ એકલા ખેલાડી પર કરોડો રુપિયાની ધનવર્ષા કોણ કરે. 

કાવ્યાં આઈપીએલની દર વર્ષની હરાજીમાં ભાગ લે છે 
આઈપીએલની દર વર્ષની હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદની માલકણ કાવ્યા જ બેસે છે અને તે જ ખેલાડીઓની ખરીદી કરે છે. પરંતુ આ વખતે કાવ્યાએ ખૂબ કન્ફ્યુઝ કરી નાખે એવો નિર્ણય લીધો. 

કોણ છે કાવ્યા મારન 
સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન સન ટીવીના માલિક અને અબજોપતિ કલાનિથી મારનની પુત્રી છે. કાવ્યાની સાથે સાથે તેના પિતા સનરાઈઝર્સ હૈદરાબાદના સહમાલિક છે, જેમણે 2018માં પોતાની પુત્રીને આ ફ્રેન્ચાઈઝીની કમાન સોંપી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ ઉપરાંત કાવ્યા સન ટીવી નેટવર્કના બિઝનેસમાં પણ ઘણી સક્રિય છે. કાવ્યા મારનનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ પણ ખૂબ સારું છે. તેણે ભારત ઉપરાંત વિદેશમાંથી પણ શિક્ષણ મેળવ્યું છે. કાવ્યાએ તેનું પ્રાથમિક શિક્ષણ ચેન્નઈથી કર્યું હતું અને ચેન્નઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી વાણિજ્યની ડિગ્રી પણ મેળવી હતી. કોમર્સની ડિગ્રી લીધા બાદ તે લંડન ગઈ હતી અને ત્યાંની બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનું શિક્ષણ મેળવ્યું હતું.

કાવ્યાના પરિવારમાં કોણ છે?
કાવ્યાની પારિવારિક પૃષ્ઠભૂમિ એકદમ મજબૂત છે અને તેના પરિવારનો સમૃદ્ધ વારસો છે. કાવ્યાની માતા કાવેરી મારન સોલર ટીવી કમ્યુનિટી લિમિટેડના સીઈઓ છે અને ભારતની સૌથી વધુ વેતન મેળવનારી બિઝનેસ વુમન્સમાંની એક છે. તેમના પરિવારમાં ઘણા રાજકારણીઓનો પણ સમાવેશ થાય છે. તેમના કાકા દયાનિધિ મારન ડીએમકે પાર્ટી સાથે જોડાયેલા છે, જ્યારે તેમના પિતા તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી મુથુવેલ કરુણાનિધિના પૌત્ર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરાસોલી મારનના પુત્ર છે.

કાવ્યા મારનની કેટલી સંપત્તિ 
કાવ્યાની અંદાજિત કુલ સંપત્તિ આશરે 409 કરોડ રૂપિયા છે. 19000 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે તેના પિતા કલાનિધિ મારને તમિલનાડુ આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2019માં ટોચનું સ્થાન મેળવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 Auction news IPL 2024 auction Kavya Maran ipl 2024 કાવ્યા મારન કાવ્યા મારન આઈપીએલ 2024 IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ